દીપ્તિ શર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, શેફાલી શર્મા, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, હર્લીન દેઓલ, સાઇકા ઇશાક, રાજેશ્વરી, દેવિકા વૈદ્ય તથા અરુંધતી રેડ્ડીએ યર્સે મીટિંગમાં હાજરી આપી હતી

રાહુલ દ્રવિડ
ભારતની મહિલા ક્રિકેટ ટીમ ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ રમવા બંગલાદેશના પ્રવાસે જવાની છે અને એ પહેલાં તેઓએ બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં ભારતની મેન્સ ટીમના હેડ-કોચ રાહુલ દ્રવિડને મળી અને તેમની પાસેથી બૅટિંગને લગતી તેમ જ બીજી ઘણા પ્રકારની ટિપ્સ મેળવીને પોતાનો ઉત્સાહ તથા આત્મવિશ્વાસ વધાર્યો હતો. એનસીએના હેડ વીવીએસ લક્ષ્મણ પણ આ મીટિંગમાં હાજર હતા. જે પ્લેયર્સે મીટિંગમાં હાજરી આપી એમાં દીપ્તિ શર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, શેફાલી શર્મા, રિચા ઘોષ, પૂજા વસ્ત્રાકર, હર્લીન દેઓલ, સાઇકા ઇશાક, રાજેશ્વરી, દેવિકા વૈદ્ય તથા અરુંધતી રેડ્ડીનો સમાવેશ હતો.