ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મૅચ શરૂ થાય એ પહેલાં કૉમેન્ટેટર ચેતેશ્વર પુજારાએ લાઇવ ટીવી પર ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન અને સાથી કૉમેન્ટેટર માઇકલ વૉનને શરમજનક સ્થિતિમાં મૂક્યો હતો.
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન અને સાથી કૉમેન્ટેટર માઇકલ વૉન
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મૅચ શરૂ થાય એ પહેલાં કૉમેન્ટેટર ચેતેશ્વર પુજારાએ લાઇવ ટીવી પર ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન અને સાથી કૉમેન્ટેટર માઇકલ વૉનને શરમજનક સ્થિતિમાં મૂક્યો હતો. સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રી-મૅચ શોમાં પુજારાએ વૉનને એક ફોટો-ફ્રેમ આપી અને એના પર તેનો ઓટોગ્રાફ માગ્યો. એ ફ્રેમમાં વૉનનું સાડાચાર વર્ષ જૂનું ટ્વીટ હતું, જેમાં તેણે ૨૦૨૦-’૨૧માં ભારતના ઑસ્ટ્રેલિયા ટૂર પર ૪-૦થી વાઇટવૉશની આગાહી કરી હતી.
એ સિરીઝમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પુજારા અને તેના સાથી ભારતીય પ્લેયર્સે ૨-૧થી ઐતિહાસિક સિરીઝ જીતી લીધી હતી. ભારત અને ઇંગ્લૅન્ડની આ સિરીઝમાં યજમાન ટીમ ૩ -૧થી જીતશે એવી આગામી હવે માઇકલ વૉને કરી છે.

