Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૉલ-ટૅમ્પરિંગ બદલ PSL ડિફેન્ડિંગ ચૅમ્પિયન લાહોર કલંદર્સ પર પાંચ રનની પેનલ્ટી લાગી

બૉલ-ટૅમ્પરિંગ બદલ PSL ડિફેન્ડિંગ ચૅમ્પિયન લાહોર કલંદર્સ પર પાંચ રનની પેનલ્ટી લાગી

Published : 31 March, 2026 03:41 PM | IST | Karachi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉલની સ્થિતિ બદલનાર ફખર ઝમાન પર પ્રતિબંધનો ખતરો, રવિવારે શાહીન આફ્રિદીની લાહોર કલંદર્સ ટીમે ડેવિડ વૉર્નરની કરાચી કિંગ્સને ૯ વિકેટ ગુમાવીને ૧૨૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૧૯.૩ ઓવરમાં કરાચીએ ૬ વિકેટે ૧૩૧ રન કરીને ૪ વિકેટે જીત નોંધાવી હતી. 

બૉલ-ટૅમ્પરિંગ બદલ PSL ડિફેન્ડિંગ ચૅમ્પિયન લાહોર કલંદર્સ પર પાંચ રનની પેનલ્ટી લાગી

બૉલ-ટૅમ્પરિંગ બદલ PSL ડિફેન્ડિંગ ચૅમ્પિયન લાહોર કલંદર્સ પર પાંચ રનની પેનલ્ટી લાગી


પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ડિફેન્ડિંગ ચૅમ્પિયન ટીમ લાહોર કલંદર્સ પર બૉલ-ટૅમ્પરિંગનો ગંભીર આરોપ લાગ્યો છે. રવિવારે શાહીન આફ્રિદીની લાહોર કલંદર્સ ટીમે ડેવિડ વૉર્નરની કરાચી કિંગ્સને ૯ વિકેટ ગુમાવીને ૧૨૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ૧૯.૩ ઓવરમાં કરાચીએ ૬ વિકેટે ૧૩૧ રન કરીને ૪ વિકેટે જીત નોંધાવી હતી. 
ટાર્ગેટ ડિફેન્ડ કરતા સમયે હારિસ રઉફની ઓવરમાં કૅપ્ટન શાહીન આફ્રિદીની હાજરીમાં ફખર ઝમાને હાથથી બૉલનો આકાર બદલવાનો પ્રયાસ કર્યો હતો. અમ્પાયર્સે બૉલ-ટૅમ્પરિંગની ઘટના લાઇવ જોઈને બૉલની સ્થિતિમાં ફેરફાર કરવા બદલ ટીમ પર પાંચ રનનો દંડ ફટકાર્યો હતો. ફખર ઝમાન સહિત ટીમના ખેલાડીઓએ બૉલ-ટૅમ્પરિંગના આરોપ નકારી કાઢ્યા છે. આ બાબતે તપાસ ચાલી રહી છે અને ટુર્નામેન્ટના નિયમો અનુસાર ૩૫  વર્ષના ફખર ઝમાન પર એક-બે મૅચનો પ્રતિબંધનો દંડ લાગી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 03:41 PM IST | Karachi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK