પાકિસ્તાનમાં ઑઇલ-સંકટને કારણે મૅચનાં સ્થળ છથી ઘટાડીને બે કરવામાં આવ્યાં
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 ખાલી સ્ટેડિયમમાં રમાશે. ટુર્નામેન્ટનાં સ્થળો પણ મૂળ રીતે નક્કી કરાયેલાં ૬ સ્થળોથી ઘટાડીને બે કરવામાં આવ્યાં છે. ૨૬ માર્ચથી ૩ મે દરમ્યાન આઠ ટીમો વચ્ચેની બધી મૅચ લાહોર અને કરાચીમાં રમાશે એવી શક્યતા છે. ઓપનિંગ સેરેમની પણ રદ કરવામાં આવી છે.
કંગાળ પાકિસ્તાનના ગૃહપ્રધાન અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીએ કહ્યું હતું કે ‘ઑઇલના પુરવઠામાં વિક્ષેપને કારણે પાકિસ્તાનમાં સ્કૂલો બંધ કરી દીધી છે અને વર્ક ફ્રૉમ હોમની વ્યવસ્થા લાગુ કરી દીધી છે. મારી સુરક્ષા-એજન્સીઓના સૂચન અનુસાર અમે દર્શકોને મૅચમાં હાજરી આપવાની મંજૂરી નહીં આપીએ. ટિકિટ ખરીદી ચૂકેલા તમામ લોકોને ટિકિટના પૈસા પાછા આપવાનું અને ખાલી સ્ટેડિયમને કારણે થતા રેવન્યુ નુકસાન માટે ફ્રૅન્ચાઇઝી માલિકોને અમે વળતર પણ આપીશું.’
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ઈરાનમાં ચાલી રહેલી કટોકટી જો ૧૦-૧૫ દિવસમાં સમાપ્ત થઈ જશે તો ટુર્નામેન્ટના પછીના તબક્કા માટે દર્શકોની હાજરીનો નિર્ણય લેવાઈ શકશે.’
