Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લંડનમાં બકિંગહૅમ પૅલેસની બહાર પ્રિન્સ વિલિયમ સાથે ક્રિકેટ રમ્યા અજિંક્ય રહાણે અને સૌરવ ગાંગુલી

લંડનમાં બકિંગહૅમ પૅલેસની બહાર પ્રિન્સ વિલિયમ સાથે ક્રિકેટ રમ્યા અજિંક્ય રહાણે અને સૌરવ ગાંગુલી

Published : 15 October, 2026 07:01 PM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવતા મહિને મુંબઈમાં યોજાવાનો છે અર્થશૉટ પ્રાઇઝ અવૉર્ડ સમારોહ

લંડનમાં બકિંગહૅમ પૅલેસની બહાર પ્રિન્સ વિલિયમ સાથે ક્રિકેટ રમ્યા અજિંક્ય રહાણે અને સૌરવ ગાંગુલી

લંડનમાં બકિંગહૅમ પૅલેસની બહાર પ્રિન્સ વિલિયમ સાથે ક્રિકેટ રમ્યા અજિંક્ય રહાણે અને સૌરવ ગાંગુલી


ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ સૌરવ ગાંગુલી અને અજિંક્ય રહાણેએ લંડનમાં બકિંગહૅમ પૅલેસની બહાર યોજાયેલા અર્થશૉટ પ્રાઇઝ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ક્રિકેટની ભાવના અને પર્યાવરણીય ટકાઉપણાના ઉદ્દેશ્યને એકસાથે લાવવા માટે યોજવામાં આવ્યો હતો. આ મૅચ ‘ધ રૉયલ ફાઉન્ડેશન’ની એક પહેલ ‘અર્થશૉટ પ્રાઇઝ’ અવૉર્ડ સમારોહની છઠ્ઠી સીઝનના કાઉન્ટડાઉનરૂપે યોજવામાં આવી હતી, જે ૧૭ નવેમ્બરે મુંબઈમાં યોજાવાની છે.

પ્રિન્સ વિલિયમના આમંત્રણ પર બ્રાયન લારા, હૅરી બ્રૂક અને જો રૂટ સહિતના ક્રિકેટર્સે આ ટેનિસ-બૉલ મૅચમાં ભાગ લીધો હતો. પ્રિન્સ વિલિયમની બૅટિંગ સમયે અજિંક્ય રહાણેએ સ્લિપમાં ફીલ્ડિંગ કરી હતી અને સૌરવ ગાંગુલીએ બોલિંગ પણ કરી હતી.  

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય દળને દિલ્હીમાં મળશે

આજે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં સંપન્ન થયેલી એશિયન ગેમ્સમાં ભાગ લેનાર ભારતીય દળ સાથે સંવાદ કરશે. આ મીટિંગ સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે મેજર ધ્યાનચંદ નૅશનલ સ્ટેડિયમ ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં ભારતીય દળના ખેલાડીઓ, તેમના કોચ અને સહાયક સ્ટાફ, ઇન્ડિયન ઑલિમ્પિક્સ અસોસિએશનના અધિકારીઓ, રાષ્ટ્રીય રમતગમત સંઘોના પ્રતિનિધિઓ તેમ જ યુવા બાબતો અને સ્પોર્ટ્‍સ મિનિસ્ટરીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
T20 સિરીઝ વચ્ચે અલગ-અલગ શહેરમાં રહેલી ભારતની મેન્સ અને વિમેન્સ ક્રિકેટ ટીમના કેટલા સભ્યો અહીં આવશે. ભારતે એશિયન ગેમ્સમાં કુલ ૮૫ મેડલ જીતીને ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારત સતત બીજી વખત ટૉચના પાંચમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું હતું. ભારતે આ રમતોત્સવ માટે ૫૦૧ ખેલાડીઓને મોકલ્યા હતા જેમાંથી ૩૧૦ ખેલાડીઓ પ્રથમ વખત આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 07:01 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK