દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન પણ ૫૦ લાખ રૂપિયા આપશે
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને શિક્ષણપ્રધાન આશિષ સૂદે સ્મૃતિ-ભેટ આપીને પ્રતીકા રાવલને સન્માનિત કરી હતી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર પ્રતીકા રાવલનું ગઈ કાલે દિલ્હીમાં ‘મુખ્યમંત્રી જન સેવા સદન’માં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી સરકારે વર્લ્ડ કપમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને રમત પ્રત્યેના સમર્પણ બદલ તેને ૧.૫ કરોડ રૂપિયા કૅશ પ્રાઇઝ આપવાની જાહેરાત કરી છે.
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા સાથેની પ્રતીકા રાવલની મુલાકાત દરમ્યાન દિલ્હીના શિક્ષણ પ્રધાન આશિષ સૂદ અને દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (DDCA)ના પ્રમુખ રોહન જેટલીએ પણ હાજરી આપી હતી. અહેવાલ અનુસાર DDCAએ પણ ૫૦ લાખ રૂપિયાની ઇનામી રકમ આપવાની પુષ્ટિ કરી છે. ફાઇનલ મૅચ પહેલાં ઇન્જર્ડ થયેલી પ્રતીકા રાવલે વન-ડે વર્લ્ડ કપમાં ૩૦૮ રન કર્યા હતા.


