Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પોઇસર જિમખાનામાં આવતી કાલે અને રવિવારે ઉનેવાળ પ્રીમિયર લીગનું આયોજન

પોઇસર જિમખાનામાં આવતી કાલે અને રવિવારે ઉનેવાળ પ્રીમિયર લીગનું આયોજન

13 January, 2023 01:57 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેનિસ બૉલથી રમાતી આ ટુર્નામેન્ટની આ ૧૨મી સીઝનમાં કુલ ૧૪ ટીમના ૧૮૨ ખેલાડી ભાગ લઈ રહ્યા છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


શ્રી કનકેશ્વરી સ્પોર્ટ્સ ઍન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા શનિવાર, ૧૪ જાન્યુઆરી અને રવિવાર, ૧૫ જાન્યુઆરીએ સવારે ૮થી સાંજે ૬ વાગ્યા દરમ્યાન કાંદિવલી-વેસ્ટના પોઇસર જિમખાનામાં ઉનેવાળ બ્રાહ્મણ સમાજના જ્ઞાતિજનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ ઉનેવાળ પ્રીમિયર લીગ (યુપીએલ) ૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ટેનિસ બૉલથી રમાતી આ ટુર્નામેન્ટની આ ૧૨મી સીઝનમાં કુલ ૧૪ ટીમના ૧૮૨ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આ ટીમને ૭-૭નાં બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ બે લીગ મૅચ રમશે. ફાઇનલ સહિત દરેક મૅચ ૬-૬ ઓવરની રહેશે. ગઈ ૧૧મી સીઝનમાં કેસરિયા યંગિસ્તાન ટીમ ચૅમ્પિયન બની હતી. ત્રણ ટીમો વચ્ચેની અન્ડર-15 બૉય્‍સ ટુર્નામેન્ટ પણ રમાશે, જેમાં કુલ ૩૦ પ્લેયર્સ ભાગ લેશે.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2023 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK