ચહલની હૅટ-ટ્રિક, શ્રેયસની કૅપ્ટન્સ ઇનિંગ્સ, ધોનીસેનાની સીઝનમાં પહેલી વાર ઘરઆંગણે પાંચ હાર. આ સીઝનમાં હૅટ-ટ્રિક લેનાર ચહલ પ્રથમ બોલર બન્યો હતો. ચહલે બીજી વાર હૅટ-ટ્રિક લીધી છે.
ચહલે હૅટ-ટ્રિક સહિત ચાર વિકેટ લીધી હતી
IPL 2025ની ૪૯મી મૅચમાં ગઈ કાલે પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને ૩ વિકેટે હરાવીને પૉઇન્ટ્સ-ટેબલમાં પાંચમા ક્રમાંકેથી બીજા ક્રમાંકે છલાંગ મારીને પ્લેઑફની દાવેદારી મજબૂત કરી લીધી હતી, જ્યારે પાંચ વખતના ચૅમ્પિયન ચેન્નઈ આ સીઝનમાં ૧૦મી મૅચમાં આઠમી હાર સાથે પ્લેઑફની રેસમાંથી આઉટ થઈ ગયું છે. આ સીઝનમાંથી આઉટ થનાર ચેન્નઈ પ્રથમ ટીમ બની છે. ચેન્નઈ ઘરઆંગણે પહેલી વાર એક સીઝનમાં પાંચ મૅચ હાર્યું છે.
પંજાબે ટૉસ જીતીને ચેન્નઈને પ્રથમ બૅટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ચેન્નઈએ પાવરપ્લેમાં ૪૮ રનમાં ૩ વિકેટ ગુમાવીને ફરી એક વાર નબળી શરૂઆત કરી હતી. ટીમમાં ફરી સામેલ કરાયેલા સૅમ કરૅને ૪૭ બૉલમાં ૪ સિક્સર અને ૯ ફોર સાથે ૮૮ રનની અફલાતૂન ઇનિંગ્સ રમતાં ચેન્નઈએ શાનદાર કમબૅક કર્યું હતું. યુઝવેન્દ્ર ચહલે ૧૯મી ઓવરમાં હૅટ-ટ્રિક સહિત ચાર વિકેટ લેતાં ચેન્નઈ પાંચ વિકેટે ૧૮૪ રનથી ૧૯૦ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. આ સીઝનમાં હૅટ-ટ્રિક લેનાર ચહલ પ્રથમ બોલર બન્યો હતો. ચહલે બીજી વાર હૅટ-ટ્રિક લીધી છે. આ પહેલાં ૨૦૨૨માં રાજસ્થાન રૉયલ્સ વતી રમતાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે બ્રેબોર્નમાં તેણે આવી કમાલ કરી હતી.
|
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
બૅન્ગલોર |
૧૦ |
૭ |
૩ |
૦ |
+૦.૫૨૧ |
૧૪ |
|
પંજાબ |
૧૦ |
૬ |
૩ |
૧ |
+૦.૧૯૯ |
૧૩ |
|
મુંબઈ |
૧૦ |
૬ |
૪ |
૦ |
+૦.૮૮૯ |
૧૨ |
|
ગુજરાત |
૯ |
૬ |
૩ |
૦ |
+૦.૭૪૮ |
૧૨ |
|
દિલ્હી |
૧૦ |
૬ |
૪ |
૦ |
+૦.3૬૨ |
૧૨ |
|
લખનઉ |
૧૦ |
૫ |
૫ |
૦ |
-૦.૩૨૫ |
૧૦ |
|
કલકત્તા |
૧૦ |
૪ |
૫ |
૧ |
+૦.૨૭૧ |
૯ |
|
રાજસ્થાન |
૧૦ |
૩ |
૭ |
૦ |
-૦.૩૪૯ |
૬ |
|
હૈદરાબાદ |
૯ |
૩ |
૬ |
૦ |
-૧.૧૦૩ |
૬ |
|
ચેન્નઈ |
૧૦ |
૨ |
૮ |
૦ |
-૧.૨૧૧ |
૪ |
ADVERTISEMENT
૧૯૧ રનનો ટાર્ગેટ પંજાબે ૧૯.૪ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. કૅપ્ટન શ્રેયસ ઐયર (૪૨ બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોર સાથે ૭૨ રન) અને પ્રભસિમરન સિંહ (૩૬ બૉલમાં ૩ સિક્સર અને પાંચ ફોર સાથે ૫૪ રન)ની હાફ-સેન્ચુરીએ પંજાબની જીત આસાન કરી નાખી હતી. ઐયરને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.


