° °

આજનું ઇ-પેપર
Friday, 19 August, 2022


અમારી વર્લ્ડ કપ ટીમમાં ૭ ‘મૂલ્યવાન’ અને‍ ૭ ‘મજાકિયા’ ખેલાડીઓ હતા: કપિલ દેવ

27 June, 2022 03:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૮૩ વર્લ્ડ કપના ચૅમ્પિયનોએ ઊજવી ૩૯મી ઍનિવર્સરી : દરેક ખેલાડી હજીયે ફિટ

મુંબઈમાં શનિવારે પચીસ કિલો વજનવાળા વિશિષ્ટ પુસ્તકના લૉન્ચિંગના સમારંભમાં ૧૯૮૩ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ખેલાડીઓ કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, સદ્ગત યશપાલ શર્માનાં પત્ની રેણુ શર્મા, કીર્તિ આઝાદ, રૉજર બિન્ની, સૈયદ કિરમાણી, મદન લાલ, સંદીપ પાટીલ, બલવિન્દરસિંહ સંધુ, ક્રિષ્નામાચારી શ્રીકાંત, સુનીલ વાલ્સન, દિલીપ વેન્ગસરકર તેમ જ ૧૯૮૩ની ટીમના મૅનેજર પી. આર. માનસિંહ તેમ જ અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા.  અતુલ કાંબળે

મુંબઈમાં શનિવારે પચીસ કિલો વજનવાળા વિશિષ્ટ પુસ્તકના લૉન્ચિંગના સમારંભમાં ૧૯૮૩ની વર્લ્ડ ચૅમ્પિયન ટીમના ખેલાડીઓ કપિલ દેવ, મોહિન્દર અમરનાથ, સદ્ગત યશપાલ શર્માનાં પત્ની રેણુ શર્મા, કીર્તિ આઝાદ, રૉજર બિન્ની, સૈયદ કિરમાણી, મદન લાલ, સંદીપ પાટીલ, બલવિન્દરસિંહ સંધુ, ક્રિષ્નામાચારી શ્રીકાંત, સુનીલ વાલ્સન, દિલીપ વેન્ગસરકર તેમ જ ૧૯૮૩ની ટીમના મૅનેજર પી. આર. માનસિંહ તેમ જ અન્ય મહાનુભાવો ઉપસ્થિત હતા. અતુલ કાંબળે


સામાન્ય રીતે બૉલીવુડમાં જેમ ‘શોલે’ ફિલ્મને સર્વોત્તમ ગણાવવામાં આવે છે એમ ભારતીય ક્રિકેટની જ્યારે પણ વાત થતી હોય ત્યારે ૧૯૮૩માં કપિલ દેવની કૅપ્ટન્સીમાં મેળવવામાં આવેલો પ્રુડેન્શિયલ વન-ડે વર્લ્ડ કપનો ઐતિહાસિક વિજય સર્વોપરી ગણાય છે. એટલે જ દર વર્ષે ૨૫ જૂને એ યાદગાર જીતને યાદ કરીને એ સમયકાળના ક્રિકેટપ્રેમીઓ મનોમન ખુશી અનુભવે છે અને યુવાન પેઢીને એ સિદ્ધિથી વાકેફ કરવામાં આવે છે.
શનિવારે પચીસમી જૂને ભારતના એ મહાન ચૅમ્પિયનપદની ૩૯મી ઍનિવર્સરી નિમિત્તે કપિલ દેવ અને તેમના સાથીઓએ મુંબઈના એક સમારંભમાં ૧૯૮૩માં ક્રિકેટનો તાજ જીતતાં પહેલાં અને એ પછીના સમયકાળને આવરી લઈને ઘણી રસપ્રદ, મનોરંજક અને લાગણીસભર વાતો કરી હતી. એ ટીમમાં રવિ શાસ્ત્રી, કીર્તિ આઝાદ અને સંદીપ પાટીલ જેવા ‘મજાકિયા’ સ્વભાવના પ્લેયરો હતા. ખુદ કપિલ દેવે ટીમ વિશે કહ્યું કે ‘અમારી વર્લ્ડ કપની ટીમ ગજબની હતી. અમારી વચ્ચે અદ્ભુત તાલમેલ હતો. એ ટીમને હજી પણ કપિલ ડેવિલ્સ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે એમાં છેક ૧૧મા નંબર સુધી બૅટિંગ કરી શકે એવા પ્લેયર્સ હતા, બોલિંગમાં ૭થી ૮ વિકલ્પ હતા અને ઘણા સારા ફીલ્ડરો પણ હતા. ટીમમાં સાત મૂલ્યવાન અને ૭ મજાકિયા સ્વભાવના ખેલાડીઓ હતા. મૂલ્યવાન એટલે ટીમમાં એવા પાકટ અને ધીરગંભીર ખેલાડી હતા જેમની ટીમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. જોકે મજાકિયા સ્વભાવવાળા ખેલાડીઓ પણ મૂલ્યવાન પ્લેયર્સ જેટલા જ મહત્ત્વના અને ટીમ માટે ઉપયોગી હતા.’
‘૧૯૮૩ વર્લ્ડ કપ ઓપસ’ ટાઇટલવાળી અને મર્યાદિત સંખ્યામાં પ્રકાશિત કરાયેલી કૉફી ટેબલ બુક શનિવારે મુંબઈમાં લૉન્ચ કરવામાં આવી હતી. ૧૯૮૩ના ૨૫ જૂનના યાદગાર દિવસને ધ્યાનમાં રાખીને બનાવાયેલા ક્રિકેટજગતના આ સૌથી વજનદાર પુસ્તકનું વજન ૨૫ કિલો છે અને એની માત્ર ૧૯૮૩ કૉપી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. શનિવારે ‘સેલિબ્રેટિંગ ધ લેજન્ડ્સ’ના ટાઇટલ હેઠળ આયોજિત આ સમારોહમાં સદ્ગત યશપાલ શર્માને અંજલિ આપવામાં આવી હતી.

27 June, 2022 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

વેસ્ટ ઇન્ડીઝની ૯ હાર પછી પ્રથમ જીત : બે નવા સ્પિનર્સ ચમક્યા

કૅપ્ટન વિલિયમસનના ૩૪ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે કુલ ૧૯૦ રન બનાવ્યા હતા

19 August, 2022 12:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

અમેરિકાને પાંચ ‘ભારતીયોએ’ વન-ડેમાં સ્કૉટલૅન્ડ સામે જિતાડ્યું

મોનાંક પટેલની ટીમના જસ્કરન મલ્હોત્રાએ સેકન્ડ-લાસ્ટ બૉલ પર અપાવ્યો વિજય

19 August, 2022 11:32 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

યુઝવેન્દ્રએ ધનશ્રી વર્માની `ચહલ` અટક હટાવવા પર મૌન તોડ્યું, કહી આ વાત

હવે એક પોસ્ટ શેર કરીને યુઝવેન્દ્ર ચહલે દરેકને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની અટકળો પર વિશ્વાસ ન કરે

18 August, 2022 09:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK