Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાંચ મૅચની સિરીઝમાં સતત ત્રણ મૅચ જીતીને ભારતીય ટીમે ન્યુ ઝીલૅન્ડ સામે લાગલગાટ છઠ્ઠી T20 સિરીઝ જીતી

પાંચ મૅચની સિરીઝમાં સતત ત્રણ મૅચ જીતીને ભારતીય ટીમે ન્યુ ઝીલૅન્ડ સામે લાગલગાટ છઠ્ઠી T20 સિરીઝ જીતી

Published : 28 October, 2026 03:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયાએ ફાસ્ટેસ્ટ ૫૦, ૧૦૦, ૧૫૦ રન કરીને હાઇએસ્ટ પાવરપ્લે સ્કોર સાથે ૪૦ બૉલ બાકી રાખીને જીત નોંધાવી

ન્યુ ઝીલૅન્ડ સામે ગઈ કાલે ત્રીજી T20 મૅચમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ જબરદસ્ત ફટકાબાજી કરીને ૭.૧ ઓવરમાં ૧૩૩ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. અભિષેકે માત્ર ૩૮ બૉલમાં ૧૧૩ રન અને વૈભવે ૧૯ બૉલમાં ૪૫ રન ફટકાર્યા હતા.

ન્યુ ઝીલૅન્ડ સામે ગઈ કાલે ત્રીજી T20 મૅચમાં અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ જબરદસ્ત ફટકાબાજી કરીને ૭.૧ ઓવરમાં ૧૩૩ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. અભિષેકે માત્ર ૩૮ બૉલમાં ૧૧૩ રન અને વૈભવે ૧૯ બૉલમાં ૪૫ રન ફટકાર્યા હતા.


ત્રીજી T20 મૅચમાં ભારતે ન્યુ ઝીલૅન્ડ સામે ૧૯૯ રનના ટાર્ગેટને ૧૩. ૨ ઓવરમાં ચેઝ કરીને ૬ વિકેટે જીત મેળવી: ૧૫ બૉલમાં ફિફ્ટી અને ૩૫ બૉલમાં સદી ફટકારીને અભિષેક શર્મા છવાઈ ગયો, વિરાટ કોહલીને પાછળ છોડીને ભારતનો નંબર વન T20 શતકવીર બન્યો

વેલિંગ્ટનમાં રમાયેલી ત્રીજી T20 મૅચમાં ૬ વિકેટની જીત સાથે ન્યુ ઝીલૅન્ડ સામે પાંચ મૅચની સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ ૩-૦થી કબજો કર્યો છે. ન્યુ ઝીલૅન્ડ સામે ભારતે લાગલગાટ છઠ્ઠી અને ન્યુ ઝીલૅન્ડમાં સતત ત્રીજી T20 સિરીઝ જીતી છે. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ન્યુ ઝીલૅન્ડે ડૅરિલ મિચલના ૮૯ રનની મદદથી ૨૦ ઓવરમાં ૧૯૮-૩નો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતે અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બૅટિંગના આધારે ૧૩. ૨ ઓવરમાં ૪ વિકેટે ૧૯૯ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.



T20 ઇન્ટરનૅશનલમાં 18.13 રન-રેટ સાથે ૧૦૦ પ્લસ રનની ભાગીદારી કરનાર જોડી બની અભિષેક-વૈભવની.


T20 ઇન્ટરનૅશનલમાં અભિષેક શર્માએ ૪૦ બૉલની અંદર રેકૉર્ડ ત્રણ સદી નોંધાવી

યંગ બૅટર અભિષેક શર્માએ ગઈ કાલે T20 ઇન્ટરનૅશનલમાં ચોથી અને T20 ક્રિકેટમાં ૧૧મી સદી નોંધાવી હતી. તેણે માત્ર ૧૫ બૉલમાં ૫૦ રન અને ૩૫ બૉલમાં ૧૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. તે T20 ઇન્ટરનૅશનલમાં ૪૦ બૉલની અંદર ત્રણ સદી ફટકારનાર તે પહેલો ક્રિકેટર બન્યો છે.  
અગાઉ અભિષેક શર્માએ ૨૦૨૫માં ઇંગ્લૅન્ડ સામે ૩૭ બૉલમાં અને આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અફઘાનિસ્તાન સામે ૩૦ બૉલમાં સદી પૂરી કરી હતી. ફુલ મેમ્બર ટીમો વચ્ચે ૩૦ બૉલની ફાસ્ટેસ્ટ સદી તેના નામે જ છે. T20 ઇન્ટરનૅશનલમાં એણે રેકૉર્ડ ૯ વખત ૨૦ કે તેથી ઓછા બૉલમાં ફિફ્ટી પૂરી કરી છે. 


અભિષેક શર્મા માટે ઈશાન કિશને કહ્યું... દૂસરોં કી મેન્ટલ હેલ્થ ખરાબ કરકે ખુદ મેડિટેશન કરતા હૈ

છેલ્લા કેટલાક સમયથી ૨૬ વર્ષનો અભિષેક શર્મા સદી ફટકાર્યા પછી મેદાન પર બેસીને મેડિટેશન કરતો હોવાની મુદ્રામાં સેલિબ્રેશન કરે છે. ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને સેલિબ્રેશન કરતો અભિષેક શર્મા એ સમય સુધીમાં હરીફ ટીમોના બોલર્સનો હાલબેહાલ કરી ચૂક્યો હોય છે.
ગઈ કાલે ઈશાન કિશને ટીમ-બસમાંથી ત્રીજી મૅચના પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ વિજેતા અભિષેક શર્મા સાથેનો વિડિયો શૅર કરીને કહ્યું, ‘દૂસરોં કી મેન્ટલ હેલ્થ ખરાબ કરકે ખુદ મેડિટેશન કરતા હૈ.’

પહેલી ઓવરમાં ૨૬ રન ફટકાર્યા ભારતના ઓપનર્સે

રન-ચેઝ સમયે ભારતીય ઓપનર્સે મળીને ફાસ્ટ બોલર જેકબ ડફીની ઓવરમાં ૨૬ રન ઝૂડી દીધા હતા. એમાં અભિષેક શર્માએ ૭ બૉલમાં ૨૪ રન અને વૈભવ સૂર્યવંશીએ ૬ બૉલમાં ૧૩ રન કર્યા હતા. T20 ઇન્ટરનૅશનલ ઇનિંગ્સની સૌથી મોંઘી પ્રથમ ઓવરના રેકૉર્ડની બરાબરી થઈ છે. મે ૨૦૨૩માં જિબ્રાલ્ટરના ઓપનર્સ સામે માલ્ટાની ટીમે પણ પ્રથમ ઓવરમાં આટલા જ રન આપ્યા હતા.

T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી

ક્રિસ ગેઇલ

૨૨

બાબર આઝમ

૧૩

અભિષેક શર્મા

૧૧

વિરાટ કોહલી

૧૦

ક્વિન્ટન ડીકૉક

૧૦

ડેવિડ વૉર્નર

૧૦

ત્રીજા ક્રમે બૅટિંગ કરીને ડૅરિલ મિચલે બાવન બૉલમાં પાંચ ફોર, પાંચ સિક્સના આધારે અણનમ ૮૯ રન કર્યા હતા. ફિન ઍલને પચીસ બૉલમાં ૪૦ રન અને બેવન જેકબ્સે ૨૩ બૉલમાં અણનમ ૩૯ રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય બોલિંગ-યુનિટમાંથી અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી અને અર્શદીપ સિંહને ૧-૧ વિકેટ મળી હતી. 

અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ ૭.૧ ઓવરમાં ૧૩૩ રનની ઓપનિંગ ભાગીદારી કરીને તરખાટ મચાવ્યો હતો. ૨૩૬.૮૪ના સ્ટ્રાઇક-રેટથી વૈભવ સૂર્યવંશીએ ૧૯ બૉલમાં ૪-૪ ફોર અને સિક્સ ફટકારીને ૪૫ રન કર્યા હતા. અભિષેક શર્માએ ૨૯૭.૩૭ના સ્ટ્રાઇક-રેટ સાથે ૩૮ બૉલમાં ૯ ફોર અને ૧૧ સિક્સના આધારે શાનદાર ૧૧૩ રન કર્યા હતા. ત્રીજા ક્રમે રમવા આવેલા સંજુ સૅમસને ૧૩ બૉલમાં ૧૮ રન કર્યા હતા.

T20 ઇન્ટરનૅશનલમાં ભારતે ૨.૨ ઓવરમાં ૫૦ રન પૂરા કરવાના બે અન્ય અસોસિએટ ટીમોના ફાસ્ટેસ્ટ રેકૉર્ડની બરાબરી કરી હતી. પાંચ ઓવરમાં ૧૦૦ રન પૂરા કરીને ભારતે T20 ઇન્ટરનૅશનલમાં નવો રેકૉર્ડ કર્યો હતો. અગાઉ ૨૦૨૧માં રોમાનિયાએ ૫.૨ ઓવરમાં ૧૦૦ રન કર્યા હતા. T20 ક્રિકેટમાં ભારતે ૭.૪ ઓવરમાં ફાસ્ટેસ્ટ ૧૫૦ રન પૂરા કર્યા છે. અગાઉ ૨૦૨૪માં સનરાઇઝર્સ હૈદરાબાદે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૮.૨ ઓવરમાં આ કમાલ કરી હતી. 

અભિષેક શર્મા

રન

૧૧૩ 

બૉલ

૩૮

ફોર

૯

સિક્સ

૧૧ 

સ્ટ્રાઇક-રેટ

૨૯૭.૩૭

T20 ઇન્ટરનૅશનલમાં પાવરપ્લે એટલે કે પહેલી ૬ ઓવરમાં ભારતે હાઇએસ્ટ ૧૧૮ રન કર્યા. અગાઉ ૨૦૨૧માં રોમાનિયાએ સર્બિયા સામે ૧૧૬ રન અને ઑસ્ટ્રેલિયાએ ૨૦૨૪માં સ્કૉટલૅન્ડ સામે ૧૧૩-૧નો સ્કોર કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK