વિરાટ કોહલીને ટેસ્ટ-ક્રિકેટમાં પાછો લાવવાની અપીલ કરતાં નવજોત સિંહ સિધુએ કહ્યું...
વિરાટ કોહલી
ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિધુએ ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી માટે સ્પેશ્યલ પોસ્ટ કરી હતી. ૩૭ વર્ષના વિરાટ કોહલીની ભૂતકાળની શાનદાર બૅટિંગની ઝલક દેખાડતો વિડિયો શૅર કરીને નવજોત સિંહ સિધુએ તેને ટેસ્ટ રિટાયરમેન્ટમાંથી યુ-ટર્ન લઈને ટેસ્ટ-ક્રિકેટમાં ફરી રમતા જોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. મે ૨૦૨૫માં વિરાટ કોહલીએ ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી.

ADVERTISEMENT
નવજોત સિંહ સિધુ
૬૨ વર્ષના આ વર્તમાન કૉમેન્ટેટરે લખ્યું હતું કે ‘જો ભગવાન મારી એક વિશ પૂરી કરતા હોય તો હું કહીશ કે કોહલીને નિવૃત્તિમાંથી પાછો લાવો અને તેને ટેસ્ટ-ક્રિકેટ રમાડો. ૧.૫ અબજ લોકોના રાષ્ટ્ર માટે આનાથી વધુ આનંદ અને ઉત્સાહ કોઈ ન હોઈ શકે. તેની ફિટનેસ ૨૦ વર્ષના યુવાન જેવી છે, તે પોતે ૨૪ કૅરૅટ ગોલ્ડ છે.’
આ પોસ્ટમાં તેણે વિરાટ કોહલી, સ્ટાર સ્પોર્ટ્સ, જિયોસ્ટાર અને બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયાના ઇન્સ્ટાગ્રામ અકાઉનટ્સને પણ ટૅગ કર્યાં હતાં.


