Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેના તરખાટ વચ્ચે નૉર્થ ઝોન ટીમ પહેલા દિવસે ૨૫૧ રને ઢેર

તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેના તરખાટ વચ્ચે નૉર્થ ઝોન ટીમ પહેલા દિવસે ૨૫૧ રને ઢેર

Published : 24 August, 2026 02:39 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરમાં વેસ્ટ ઝોન સામેની ક્વૉર્ટર ફાઇનલમાં નૉર્થ ઝોન ૨૫૧ રને ઑલઆઉટ થયું. તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ ચાર-ચાર વિકેટ લઈને શાનદાર બોલિંગ કરી હતી.

તનુષ કોટિયન

તનુષ કોટિયન


બૅન્ગલોરના સેન્ટર ઑફ એક્સલન્સમાં પહેલી ક્વૉર્ટર ફાઇનલ મૅચ નૉર્થ ઝોન અને વેસ્ટ ઝોન વચ્ચે શરૂ થઈ હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર નૉર્થ ઝોનની ટીમ ૬૬.૫ ઓવરમાં ૨૫૧ રને ઑલઆઉટ થઈ હતી. ઋતુરાજ ગાયકવાડની વેસ્ટ ઝોનની ટીમે દિવસના અંતે ૧૦ ઓવરમાં ૩૧-૨નો સ્કોર કર્યો હતો. 
નૉર્થ ઝોન માટે નવમા ક્રમે બૅટિંગ કરનાર ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજે સૌથી વધુ બાવન બૉલમાં પાંચ સિક્સ અને પાંચ ફોરના આધારે ૬૦ રન કર્યા હતા. ટીમના સ્ટાર ખેલાડી આયુષ બડોનીએ ૬૨ બૉલમાં ૫૧ રન કર્યા હતા.
વેસ્ટ ઝોન માટે મુંબઈના ફાસ્ટ બોલર તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ તરખાટ મચાવ્યો હતો. સ્પિનર તનુષ કોટિયને ૨૦.૫ ઓવરમાં ૭૨ રન આપીને ૪ વિકેટ લીધી હતી, જ્યારે ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ ૧૫ ઓવરની સ્પેલમાં ૫૭ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર્સ શાર્દૂલ ઠાકુર અને મુકેશ ચૌધરીને પણ ૧-૧ વિકેટ મળી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 02:39 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK