વડોદરાના સ્ટુડન્ટ્સ ગઈ કાલે મૅચ જોવા આવ્યા ત્યારે તેઓ વિરાટ કોહલીના બૅનર સાથે જોવા મળ્યા હતા.
વાત નહીં, વિવાદ નહીં, વિરાટ સિવાય બીજું નામ નહીં
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલની ક્વૉલિફાયર-ટૂની રાજસ્થાન રૉયલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વચ્ચે ગઈ કાલે રમાયેલી મૅચમાં વિરાટ કોહલીના ચાહકો મોટી સંખ્યામાંથી ઊમટ્યા હતા. માત્ર અમદાવાદનાં જ નહીં, ગુજરાતનાં ગામડાંઓમાંથી પણ વિરાટ કોહલીના ફૅન્સ તેને સપોર્ટ કરવા મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામના વસાવા પરિવારના કાકાબાપાના પાંચ યુવાનો વિરાટના ફૅન્સ હોવાથી તેઓ મૅચ જોવા સ્ટેડિયમમાં આવ્યા હતા. વડોદરાના સ્ટુડન્ટ્સ ગઈ કાલે મૅચ જોવા આવ્યા ત્યારે તેઓ વિરાટ કોહલીના બૅનર સાથે જોવા મળ્યા હતા.