Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો રમત જગતના સમાચાર

30 November, 2021 11:25 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દ્રવિડનું મેદાનના માળીઓને ૩૫,૦૦૦ રૂપિયાનું ઇનામ; આજે પાકિસ્તાનને ફક્ત ૯૩ રનની જરૂર અને વધુ સમાચાર

ઓમ કાનાબાર

ઓમ કાનાબાર


અન્ડર-19 ટીમમાં સૌરાષ્ટ્રનો ફાસ્ટ બોલર ઓમ કાનાબાર

આગામી અન્ડર-19 ટ્રાય-સિરીઝ માટેની ઇન્ડિયા ‘બી’ ટીમમાં સૌરાષ્ટ્રના લોહાણા સમાજના બોલર ઓમ કાનાબારનો સમાવેશ કરાયો છે. તેને ઈજાગ્રસ્ત વાસુ વત્સના સ્થાને પસંદ કરાયો છે. જોકે કાનાબારની સાથે બંગાળના રવિકુમારને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. અનીશ્વર ગૌતમ આ ટીમનો કૅપ્ટન છે.



 


દ્રવિડનું મેદાનના માળીઓને ૩૫,૦૦૦ રૂપિયાનું ઇનામ

ભારતીય ટીમનો હેડ-કોચ રાહુલ દ્રવિડ અન્યોથી કંઈક અલગ અને અનોખું કરવામાં માને છે. તેણે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમના મેદાનની સ્પોર્ટિંગ પિચ તૈયાર કરવા બદલ ગઈ કાલે આ ગ્રાઉન્ડના માળીઓને ૩૫,૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું હતું. જે વિકેટ પર મોટા ગજાના બૅટર્સ સારું રમવામાં નિષ્ફળ ગયા એ જ વિકેટ પર ન્યુ ઝીલૅન્ડના રાચિન રવીન્દ્ર અને એજાઝ પટેલે નબળા પ્રકાશ વચ્ચે અને ખરાબ થતી જતી પિચ પર જબરદસ્ત સમજદારી અને ધૈર્યપૂર્વક બૅટિંગ કરીને ભારતને વિજયથી વંચિત રાખ્યું હતું અને થ્રિલિંગ ડ્રૉનું પરિણામ નિશ્ચિત બનાવ્યું હતું.


 

આજે પાકિસ્તાનને ફક્ત ૯૩ રનની જરૂર

બંગલા દેશના ચટગાંવમાં ચાલતી પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે ચોથા દિવસે ૨૦૨ રનના ટાર્ગેટ સામે વિનાવિકેટે ૧૦૯ રન બનાવી લીધા હતા અને આજે એને જીતવા માટે બીજા ૯૩ રનની જરૂર હતી. આબિદ અલી ૫૬ રને અને અબદુલ્લા શફીક ૫૩ રને રમી રહ્યા હતા. એ પહેલાં બંગલા દેશનો બીજો દાવ ૧૫૭ રનમાં સમેટાઈ ગયો હતો. શાહીન શાહ આફ્રિદીએ પાંચ, સાજિદ ખાને ત્રણ અને હસન અલીએ બે વિકેટ લીધી હતી. પહેલા દાવમાં બંગલા દેશના ૩૩૦ રન સામે પાકિસ્તાને ૨૮૬ રન બનાવ્યા હતા.

 

વરસાદના વિઘ્ન વચ્ચે શ્રીલંકાના એક વિકેટે ૧૧૩

ગૉલમાં ગઈ કાલે શરૂ થયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં વરસાદના વિઘ્ન વચ્ચે જેટલી રમત થઈ શકી હતી એમાં યજમાન શ્રીલંકાએ એક વિકેટના ભોગે ૧૧૩ રન બનાવ્યા હતા. પથુમ નિસાન્કા ૬૧ રને રમી રહ્યો હતો. દિમુથ કરુણારત્ને ૪૨ રન બનાવીને આઉટ થયો હતો.

 

ભારતીય મહિલા ફુટબોલ ટીમની ચિલીને જોરદાર લડત

મહિલા ફુટબૉલમાં ૫૭મી રૅન્ક ધરાવતી ભારતીય ટીમ તાજેતરમાં ચાર દેશો વચ્ચેની ટુર્નામેન્ટમાં સાતમા નંબરની બ્રાઝિલની ટીમને લડત આપ્યા બાદ એની સામે હારી ત્યાર પછી ગઈ કાલે ૫૭મા ક્રમની ચિલીની ટીમને પણ ભારતીય ટીમે હારતાં પહેલાં ખૂબ સંઘર્ષ કરાવ્યો હતો. ભારતનો ૦-૩થી પરાજય થયો હતો, પણ એમાં ચિલીની ટીમ વતી પ્રથમ ગોલ ૧૪મી મિનિટે થયા બાદ ૭૦ મિનિટ સુધી ભારતીય ખેલાડીઓએ ચિલીની પ્લેયરોને હંફાવી હતી અને છેક ૮૪ તથા ૮૫મી મિનિટે થયેલા ગોલની મદદથી ચિલીએ ૩-૦થી વિજય મેળવ્યો હતો. ભારતની પ્લેયરોએ ગોલ કરવાની અનેક તક ગુમાવી હતી. હવે ભારતીય ટીમ ગુરુવારે વેનેઝુએલા સામે રમશે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2021 11:25 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK