Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News in Short: ક્રિકેટરોએ કરી વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી, જુઓ તસવીર

News in Short: ક્રિકેટરોએ કરી વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી, જુઓ તસવીર

Published : 15 February, 2023 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવરાજ સિંહે પણ પત્ની હૅઝલ સાથે આ દિન ઉજવ્યો હતો.

ક્રિકેટરોએ કરી વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી, જુઓ તસવીર

News In Short

ક્રિકેટરોએ કરી વૅલેન્ટાઇન્સ ડેની ઉજવણી, જુઓ તસવીર


ક્રિકેટર્સના હૅપી વૅલેન્ટાઇન્સ ડે

જસપ્રીત બુમરાહે ગઈ કાલે પત્ની સંજના સાથે હૅપી વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે ખાસ ફોટો પડાવ્યોહતો અને પછીથી સંજનાએ એફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યોહતો. ડેવિડ વૉર્નરે પત્ની કૅન્ડિસને બીચ નજીક લઈ જઈને વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે ખાસ પોઝ આપ્યો હતો અને તસવીર સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. યુવરાજ સિંહે પણ પત્ની હૅઝલ સાથે આ દિન ઉજવ્યો હતો. ઑસ્ટ્રેલિયાના ઓપનર ઉસમાન ખ્વાજાએ પત્ની રૅચલ સાથે પોઝ આપ્યો હતો અને ફોટો મીડિયામાં શૅર કર્યો હતો.


ગર્લ્સ સ્પોર્ટ્‍સમાં કિન્નર ઍથ્લીટ : ચુકાદા પર સમીક્ષા


અમેરિકામાં કનેક્ટિકટ ઇન્ટરસ્કોલાસ્ટિક ઍથ્લેટિક કૉન્ફરન્સે તાજેતરમાં નીતિવિષયક ચુકાદામાં કિન્નર સ્ટુડન્ટ્સને ગર્લ્સ હાઈ સ્કૂલ સ્પોર્ટ‍્સની હરીફાઈઓમાં ભાગ લેવા જે છૂટ આપી એને પડકારવા અદાલતમાં જે કેસ નોંધાવવામાં આવ્યો છે એના પર અમેરિકાની ફેડરલ અપીલ્સ કોર્ટ સમીક્ષા કરવા સહમત થઈ છે. બે કિન્નર રનર સાથેની હરીફાઈને કારણે પોતે વિજયથી અને ઍથ્લેટિકમાંની તકોથી વંચિત રહી હોવાનું કહીને ચાર વિદ્યાર્થિનીઓએ ગયા સપ્ટેમ્બરમાં કિન્નર રનરના સમાવેશ સામે કેસ માંડ્યો હતો.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકૉવિકે કર્યાં લગ્ન, સામે આવી તસવીરો, જાણો વિગતે


શ્રીલંકન મહિલા ક્રિકેટરની ૧૫ ટકા મૅચ-ફી કપાઈ ગઈ

કેપ ટાઉનમાં રવિવારે બંગલાદેશ સામેની વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપની મૅચ દરમ્યાન હરીફ ટીમની બૅટર સામે ઉશ્કેરણીજનક અને માનભંગ કરનાર ભાષા તથા ઍક્શન બદલ શ્રીલંકાની વિકેટકીપર અનુષ્કા સંજીવનીની ૧૫ ટકા મૅચ-ફી કાપી લેવામાં આવી છે. તેણે અભદ્ર ભાષા વાપરવા તથા અપમાનજનક સંકેત બતાવવા સંબંધિત આઇસીસીની આચારસંહિતાની કલમ ૨.૫નો ભંગ કર્યો હતો.

જૅમીસન ઈજાને લીધે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં નહીં રમે

આવતી કાલે ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી બે મૅચની ટેસ્ટ-સિરીઝ પહેલાં જ ન્યુ ઝીલૅન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે. એનો અનુભવી ફાસ્ટ બોલર કાઇલ જૅમીસન પીઠના સ્ટ્રેસ ફ્રૅક્ચરને કારણે આ શ્રેણીની બહાર થઈ ગયો છે. મૅટ હેન્રી પહેલી વાર પિતા બનવાનો હોવાથી નથી રમવાનો અને હવે જૅમીસનની ગેરહાજરીથી કિવી ટીમ નબળી પડશે અને બ્રિટિશ ટીમને ફાયદો થશે. તેમની ગેરહાજરીમાં જૅકબ ડફી અને સ્કૉટ કુગલેઇનને ટીમમાં સમાવવામાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2023 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK