Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યૂઝ શોર્ટમાં: આ ખેલાડી IPLમાંથી આઉટ, આ બૅડ્મિન્ટન સ્ટાર કરશે લગ્ન

ન્યૂઝ શોર્ટમાં: આ ખેલાડી IPLમાંથી આઉટ, આ બૅડ્મિન્ટન સ્ટાર કરશે લગ્ન

14 April, 2021 12:34 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાણો ખેલ-જગતમાં શું બન્યું...

બેન સ્ટૉક્સ (ડાબે), જ્વાલા ગુટ્ટા અને ઍક્ટર વિષ્ણુ વિશાલ

બેન સ્ટૉક્સ (ડાબે), જ્વાલા ગુટ્ટા અને ઍક્ટર વિષ્ણુ વિશાલ


બેન સ્ટૉક્સ સીઝનમાંથી આઉટ

રાજસ્થાનને ગઈ કાલે બીજો ઝટકો લાગ્યો હતો. તેમનો ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સ આંગળીમાં ઈજાને લીધે આખી સીઝનમાંથી આઉટ થઈ ગયો હતો. આ પહેલાં તેઓ જોફ્રા આર્ચરને પણ ગુમાવી ચૂક્યા છે.



 


૨૨ એપ્રિલે લગ્ન કરશે જ્વાલા ગુટ્ટા

ભારતીય મહિલા બૅડ્મિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા સોશ્યલ મીડિયામાં લગ્નનું કાર્ડ શૅર કરીને ૨૨ એપ્રિલે સાઉથના ઍક્ટર વિષ્ણુ વિશાલ સાથે લગ્ન કરી રહી છે. આ સમારંભમાં ફક્ત નજીકના કુટુંબીજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. બન્નેનાં આ બીજાં લગ્ન છે. જ્વાલાએ આ પહેલાં બૅડ્મિન્ટ ખેલાડી ચેતન આનંદ સાથે લગ્ન કર્યાં હતાં અને બન્ને ૨૦૧૧માં છૂટાં પડી ગયાં હતાં.


 

વર્લ્ડ નંબર-ટૂ ટેનિસસ્ટાર મેડવેડેવ કોરોનાગ્રસ્ત 

મેન્સ સિંગલ ટેનિસ રૅન્કિંગ્સમાં બીજા ક્રમાંકિત ડૅનિલ મેડવેડેવનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે, જેને કારણે રશિયન ખેલાડીએ આગામી મોન્ટે કાર્લો ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો. સોમવારે શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં મેડવેડેવને પહેલા રાઉન્ડમાં બાય મળી હતી. મેડવેડેવે સોમવારે ભૂતપૂર્વ નંબર-વન રાફેદ નડાલ સાથે પ્રૅક્ટિસ પણ કરી હતી. મેડવેડેવને આઇસોલેટ કરી દેવામાં આવ્યો હતો અને ટુર્નામેન્ટની મેડિકલ ટીમ તેની સારસંભાળ રાખી રહી છે. મેડવેડેવે આ વર્ષે ઑસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, પણ ત્યાં તેનો નોવાક જોકોવિચ સામે પરાજય થયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2021 12:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK