અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માં ટીમ બનાવવા માટે ત્યાંની એક કંપની સાથે ડીલ કરી છે. ૨૦૨૭માં તેમની ટીમ આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરશે.
પ્રતીકાત્મક તસવીર
ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે T20 ફ્રૅન્ચાઇઝી ક્રિકેટના યુગમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માં ટીમ બનાવવા માટે ત્યાંની એક કંપની સાથે ડીલ કરી છે. ૨૦૨૭માં તેમની ટીમ આ ટુર્નામેન્ટમાં એન્ટ્રી કરશે.
ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ વિદેશી T20 લીગમાં ટીમ બનાવીને સીધું ઇન્વેસ્ટમેન્ટ કરનાર પ્રથમ રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ બન્યું છે. ૨૦૨૩ અને ૨૦૨૪ની પહેલી બે સીઝનમાં આ ટુર્નામેન્ટમાં છ ટીમ હતી. ટુર્નામેન્ટમાં હવે ૨૦૨૭માં આઠ ટીમ અને ૨૦૩૧ સુધીમાં ૧૦ ટીમ સુધી વિસ્તરણ કરવાનું આયોજન છે.

