Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ઇન્ટરનૅશનલમાં બે વખત ૩૦૦+ રન ફટકારી ૨૦૦+ રનની જીત મેળવનાર નેપાલ પહેલો દેશ બન્યો

T20 ઇન્ટરનૅશનલમાં બે વખત ૩૦૦+ રન ફટકારી ૨૦૦+ રનની જીત મેળવનાર નેપાલ પહેલો દેશ બન્યો

Published : 01 June, 2026 11:32 AM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેપાલના ઓપનર કુશલ ભૂર્તેલે ૩૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પાંચ ફોર અને ૧૬ સિક્સની મદદથી ૪૩ બૉલમાં ૧૨૯ રન ઝૂડ્યા હતા

ગઈ કાલે સિંગાપોરમાં એશિયન ગેમ્સ મેન્સ ક્વૉલિફાયર 2026ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં થઈ હતી

ગઈ કાલે સિંગાપોરમાં એશિયન ગેમ્સ મેન્સ ક્વૉલિફાયર 2026ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં થઈ હતી


ગઈ કાલે સિંગાપોરમાં એશિયન ગેમ્સ મેન્સ ક્વૉલિફાયર 2026ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં થઈ હતી. નેપાલે ૨૦ ઓવરમાં બે વિકેટના નુકસાન સાથે ૩૧૩ રન બનાવ્યા હતા. જવાબમાં ચીનની ટીમને ૧૯.૨ ઓવરમાં ૯૨ રને ઑલઆઉટ થતાં ૨૨૧ રને શરમજનક હાર મળી હતી. 

T20 ઇન્ટરનૅશનલમાં નેપાલ બે વખત ૩૦૦ પ્લસ રન કરનાર અને બે વખત ૨૦૦ પ્લસ રનથી જીત મેળવનાર પહેલી ટીમ બની છે. નેપાલ અગાઉ ૨૦૨૩ના એશિયન ગેમ્સમાં મંગોલિયા સામે ૩૧૪/૩નો સ્કોર કરીને ૩૦૦ રનનો અવરોધ પાર કરનાર પ્રથમ ટીમ બની હતી. નેપાલ સિવાય ઇન્ટરનૅશનલ લેવલ પર ઝિમ્બાબ્વે (૩૪૪/૪), જર્મની (૩૦૮/૧) અને ઇંગ્લૅન્ડ (૩૦૪/૨) જ ૩૦૦ પ્લસ રનનો સ્કોર કરી શકી છે. 



T20 ઇન્ટરનૅશનલમાં હવે ૧૦ વખત ૨૦૦ પ્લસ રનની જીત નોંધાઈ છે. ઝિમ્બાબ્વેએ ૨૦૨૪માં ગામ્બિયા સામે ૨૯૦ રનની સૌથી મોટી જીત નોંધાવી હતી. નેપાલે અગાઉ ૨૭૩ રનની જીત મંગોલિયા સામે જ નોંધાવી હતી. મંગોલિયા એ મૅચમાં ૪૧ રને ઑલઆઉટ થયું હતું. 


કુશલ ભૂર્તેલે એક ઓવરમાં ૬ સિક્સ ઝૂડવાની સિદ્ધિ પણ મેળવી 

નેપાલના ઓપનર કુશલ ભૂર્તેલે ૩૦૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને પાંચ ફોર અને ૧૬ સિક્સની મદદથી ૪૩ બૉલમાં ૧૨૯ રન ઝૂડ્યા હતા. ૨૩ વર્ષના ચીની સ્પિનર ચેન ઝુઓયુની ઓવરમાં તેણે ૬ બૉલમાં ૬ સિક્સ ફટકાર્યા હતા. એક વાઇડ બૉલ થયો હોવાથી એ ઓવરમાં કુલ ૩૭ રન આવ્યા હતા. અગાઉ ભારતના યુવરાજ સિંહ, વેસ્ટ ઇન્ડીઝના કાયરોન પોલાર્ડ, નેપાલના દીપેન્દ્ર સિંહ એરી, બલ્ગેરિયાના મનન બશીરે T20 ઇન્ટરનૅશનલમાં એક જ ઓવરમાં ૬ સિક્સ ઝૂડ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 11:32 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK