નાઇકનું બુધવારે ૭૮ વર્ષની વયે અવસાન થયું હતું.
સુધીર નાઇકની અંતિમ ક્રિયા વખતે ઝહીર ખાન
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને મુંબઈ ક્રિકેટના લેજન્ડ તેમ જ પિચ ક્યુરેટર સુધીર નાઇકને ગઈ કાલે શિવાજી પાર્ક સ્મશાનભૂમિમાં મુંબઈ ક્રિકેટમાંના તેમના સાથી પ્લેયર્સ, તેમની પાસેથી ક્રિકેટના પાઠ શીખનાર ખેલાડીઓ તેમ જ વહીવટકર્તાઓએ અંતિમ વિદાય આપી હતી. નાઇકનું બુધવારે ૭૮ વર્ષની વયે અવસાન થયું હતું. તેમની અંતિમ ક્રિયા વખતે દિલીપ વેન્ગસરકર, ઝહીર ખાન તેમ જ નાઇકના નજીકના મિત્ર અને જાણીતા ઍક્ટર સતીશ શાહ હાજર હતા. સચિન તેન્ડુલકર તથા અન્ય દિગ્ગજો અને બીસીસીઆઇએ નાઇકના નિધન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું અને મીડિયામાં તેમને અંજલિ આપી હતી.

ADVERTISEMENT
સુધીર નાઇકની અંતિમ ક્રિયા વખતે વેન્ગસરકર અને ઍક્ટર સતીશ શાહ . તસવીર અતુલ કાંબળે


