અજિંક્ય નાઈક પ્રેસિડન્ટ, જિતેન્દ્ર આવ્હાડ વાઇસ પ્રેસિડન્ટ
તસવીરો : અતુલ કાંબળે
મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પદાધિકારીઓ, ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર્સ તેમ જ T20 મુંબઈ લીગ ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર માટેના ગઈ કાલે યોજાયેલા ઇલેક્શનમાં અજિત આગરકર, ઝહીર ખાન, સચિન તેન્ડુલકર, દિલીપ વેન્ગસરકર અને સુનીલ ગાવસકર વગેરે ક્રિકેટરોએ વોટ આપ્યા હતા. મુંબઈ ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ તરીકે હાલના પ્રમુખ અજિંક્ય નાઈક પહેલાં જ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા અને ગઈ કાલે કાઉન્ટિંગ બાદ જિતેન્દ્ર આવ્હાડ વાઇસ પ્રેસિડન્ટ અને ડૉ. ઉન્મેશ ખાનવિલકર સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. પ્રમુખ અજિંક્ય નાઈક અને વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર આવ્હાડે એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી.


