ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે ૪૩મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતીય ટીમને પહેલી વાર T20 વર્લ્ડ કપ જિતાડનાર ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે ૪૩મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. ધોનીના ફૅન્સ દ્વારા કટ-આઉટ અને થિયેટરમાં એમ.એસ. ધોની મૂવીના સૉન્ગ પર ડાન્સ કરીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
બીજી તરફ અનંત-રાધિકાનાં લગ્ન માટે મુંબઈમાં ભેગાં થયેલાં અભિનેતા સલમાન ખાન અને સાક્ષી ધોનીએ પણ મિસ્ટર ફિનિશરનો ૪૩મો બર્થ-ડે યાદગાર બનાવ્યો હતો. સલમાન ખાન કેક-કટિંગ સેલિબ્રેશનમાં હાજર રહ્યો અને સાક્ષીએ એ સમયે ધોનીના પગે પડીને આશીર્વાદ લઈને બર્થ-ડે યાદગાર બનાવ્યો હતો.