ધોનીએ અહીં આશરે ૩૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા વેલામ્મલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા આ સ્ટેડિયમમાં હાલમાં ૭૩૦૦ દર્શકો બેસી શકે છે અને ભવિષ્યમાં એની સંખ્યા ૨૦,૦૦૦ કરવાની યોજના છે.
માહીએ મદુરાઈમાં ૩૦૦+ કરોડ રૂપિયાના વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે હાલમાં તામિલનાડુના મદુરાઈમાં ફૅન્સનો ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. કાળા ટી-શર્ટ અને વાદળી જીન્સ જેવા સાદા પહેરવેશમાં આવેલા માહી માટે મદુરાઈના ઍરપોર્ટથી લઈને નવા સ્ટેડિયમ સુધી ભારે ભીડ જોવા મળી હતી. તેની સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસબળની જરૂર પડી હતી.
ધોનીએ અહીં આશરે ૩૨૫ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા વેલામ્મલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા આ સ્ટેડિયમમાં હાલમાં ૭૩૦૦ દર્શકો બેસી શકે છે અને ભવિષ્યમાં એની સંખ્યા ૨૦,૦૦૦ કરવાની યોજના છે. ધોનીએ ઉદ્ઘાટન બાદ યંગ ક્રિકેટર્સ સાથે રમીને મેદાન પર સિક્સર પણ ફટકારી હતી.
