૨૦૦૭ના T20 વર્લ્ડ કપનો ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની સેમી-ફાઇનલ મૅચ જોવા વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહની બોલિંગ દરમ્યાન ધોનીના પત્ની સાક્ષી સાથેના એક વિડિયોએ આખા ક્રિકેટજગતનું દિલ જીતી લીધું હતું.
વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
૨૦૦૭ના T20 વર્લ્ડ કપનો ચૅમ્પિયન કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચેની સેમી-ફાઇનલ મૅચ જોવા વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહની બોલિંગ દરમ્યાન ધોનીના પત્ની સાક્ષી સાથેના એક વિડિયોએ આખા ક્રિકેટજગતનું દિલ જીતી લીધું હતું.
સાક્ષી એ વિચારીને ખુશીથી ઊછળી પડી કે બુમરાહે ઇંગ્લૅન્ડની ૧૮મી ઓવરમાં પોતાની જ બોલિંગમાં કૅચ પકડી લીધો. જોકે એ બાઉન્સ થઈને આવેલો બૉલ હતો. ત્યાર બાદ ધોની સાક્ષીને શાંત રહેવા અને બેસી જવાનું કહીને તેની મશ્કરી કરતો હતો. ICCએ ઘટનાનો વિડિયો શૅર કરીને લખ્યું હતું, ‘બુમરાહની બોલિંગ જોઈને ભારતીય ફૅન્સનો ઉત્સાહ પણ કંઈક આવો
જ હતો.’