Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024 : ગુજરાત ટાઇટન્સને લાગ્યો મોટો ઝટકો, મોહમ્મદ શમી ટીમમાંથી બહાર

IPL 2024 : ગુજરાત ટાઇટન્સને લાગ્યો મોટો ઝટકો, મોહમ્મદ શમી ટીમમાંથી બહાર

Published : 22 February, 2024 04:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mohammed Shami IPL 2024 : ઇન્જરીને કારણે આ વર્ષે આઇપીએલ નહીં રમે મોહમ્મદ શમી

મોહમ્મદ શમીની ફાઇલ તસવીર

મોહમ્મદ શમીની ફાઇલ તસવીર


ઇન્ડિયન પ્રિમિયર લીગ – આઇપીએલ ૨૦૨૪ (Indian Premier League - IPL 2024) આવતા મહિને ૨૨ માર્ચથી શરૂ થવાની છે. આઇપીએલ ૨૦૨૪નું શેડ્યૂલ આજે એટલે કે ૨૨ ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યે જાહેર કરવામાં આવશે. IPL 2024ના શેડ્યૂલની જાહેરાત પહેલા ગત સિઝનની રનર-અપ ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ને મોટો ફટકો પડ્યો છે. ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) IPL 2024માંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમીને ડાબા પગની ઘૂંટીની ઈજાને કારણે IPL 2024માંથી બહાર (Mohammed Shami IPL 2024) થવું પડ્યું છે.


ગુજરાત ટાઇટન્સનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આવતા મહિને યોજાનારી IPL 2024માંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમીના ડાબા પગની ઘૂંટીની ઈજાને કારણે IPL 2024માંથી બહાર થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા - બીસીસીઆઈ (Board of Control for Cricket in India - BCCI)ના એક સૂત્રએ આ જાણકારી આપી હતી. જોકે, ગુજરાત ટાઇટન્સે હાલમાં કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.



બીસીસીઆઈના એક સૂત્રએ માહિતી આપી છે કે, મોહમ્મદ શમી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયે લંડન (London)માં હતો, જ્યાં તેને પગની ઘૂંટીની ઈજા માટે ખાસ ઈન્જેક્શન આપવામાં આવ્યા હતા, પરંતુ તે ઈન્જેક્શનથી તેનો દુખાવો ઓછો થયો ન હતો અને હવે તેની પાસે ઓપરેશન કરાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. હવે મોહમ્મદ શમી યુકેમાં તેની સર્જરી કરાવશે. આવી સ્થિતિમાં મોહમ્મદ શમી IPL 2024 રમી શકશે નહીં.


નોંધનીય છે કે, મોહમ્મદ શમીને વર્ષ ૨૦૨૨ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સની ટીમે ૬.૨૫ કરોડ રૂપિયાની કિંમતમાં ખરીદ્યો હતો. ત્યારબાદ તે ટીમ માટે સફળ ફાસ્ટ બોલર રહ્યો છે. અગાઉ શમી પંજાબ કિંગ્સ (Punjab Kings)નો ભાગ હતો. શમીએ અત્યાર સુધી કુલ ૧૧૦ IPL મેચ રમી છે, ૧૧૦ ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે ૨૬.૮૬ની એવરેજથી ૧૨૭ વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેની ઈકોનોમી ૮.૪૪ રહી છે.

તમને જણાવી દઈએ કે, ૩૩ વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ (England) સામે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ (Indian Cricket Team)નો ભાગ નથી. તેણે છેલ્લી વખત ભારત માટે ODI વર્લ્ડ કપ ૨૦૨૩ની ફાઈનલ રમી હતી.  વર્લ્ડકપ દરમિયાન શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો. ભારતીય પેસરે ૨૦૨૩ ODI વર્લ્ડ કપમાં માત્ર ૭ મેચ રમી હતી, જેમાં તેણે ૧૦.૭૧ની શાનદાર એવરેજથી ૨૪ વિકેટ લીધી હતી. તે ટૂર્નામેન્ટની પ્રથમ ચાર મેચમાં બહાર બેસી ગયો હતો. મોહમ્મદ શમી ઑસ્ટ્રેલિયા (Australia) વિરૂદ્ધ ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારબાદ તે ઈજામાંથી બહાર આવી શક્યો નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2024 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK