ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અઝહર મહમૂદ પણ આ જ રસ્તો અપનાવીને ૨૦૧૨થી ૨૦૧૫ દરમ્યાન IPLમાં પંજાબ અને કલકત્તા માટે મૅચ રમ્યો હતો.
મોહમ્મદ આમિર અને વિરાટ કોહલીનો ફાઇલ ફોટો.
પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિર ૨૦૨૬માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં એન્ટ્રી કરવા માગે છે. તેણે એક શોમાં કહ્યું, ‘આવતા વર્ષ સુધીમાં મને IPLમાં રમવાની તક મળશે અને જો તક મળે તો શા માટે નહીં રમું. ભાગ લેવાની તક મળશે તો મને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સાથે રમવું ગમશે. વિરાટ કોહલીએ મને એક બૅટ ભેટમાં આપ્યું છે જેનો ઉપયોગ મેં પ્રૅક્ટિસ-સેશનમાં પણ કર્યો છે.’
૨૦૨૦માં ઇંગ્લૅન્ડ શિફ્ટ થયેલા આ ફાસ્ટ બોલરની પત્ની બ્રિટિશ નાગરિક છે. આમિર બ્રિટિશ પાસપોર્ટના સહારે ભારતીય લીગમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહ્યો છે. ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અઝહર મહમૂદ પણ આ જ રસ્તો અપનાવીને ૨૦૧૨થી ૨૦૧૫ દરમ્યાન IPLમાં પંજાબ અને કલકત્તા માટે મૅચ રમ્યો હતો.

