ગઈ કાલે ચૅલેન્જર મૅચમાં સૅન ફ્રાન્સિસ્કો સામે સાત રને જીત નોંધાવી વૉશિંગ્ટનની ટીમે, ગઈ કાલે ચૅલેન્જર મૅચમાં સૅન ફ્રાન્સિસ્કો ટીમ સામે ૭ રને જ જીત નોંધાવીને વૉશિંગ્ટન ફ્રીડમ પણ ફાઇનલમાં પહોંચી છે.
સાથી ખેલાડીઓ સાથે જીતની ઉજવણી કરતો વૉશિંગ્ટન ફ્રીડમનો કૅપ્ટન સ્ટીવ સ્મિથ, સૅન ફ્રાન્સિસ્કોના કૅપ્ટન મૅથ્યુ શૉર્ટની સદી એળે ગઈ, અંતિમ ઓવરમાં જીત માટે જરૂરી ૨૨ રનને બદલે ૧૪ રન જ થઈ શક્યા.
અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)ની ચોથી સીઝનની ફાઇનલ મૅચ લૉસ ઍન્જલસ નાઇટ રાઇડર્સ અને વૉશિંગ્ટન ફ્રીડમ વચ્ચે ૧૯ જુલાઈએ રમાશે. લૉસ ઍન્જલસની ટીમે ક્વૉલિફાયર મૅચમાં સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ સામે ૭ રને જીત મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ગઈ કાલે ચૅલેન્જર મૅચમાં સૅન ફ્રાન્સિસ્કો ટીમ સામે ૭ રને જ જીત નોંધાવીને વૉશિંગ્ટન ફ્રીડમ પણ ફાઇનલમાં પહોંચી છે.
૨૦૨૪ની ચૅમ્પિયન ટીમ વૉશિંગ્ટન ફ્રીડમે ૨૩૮-૬નો સ્કોર ખડકી દીધો હતો. જવાબમાં ૨૦૨૪ની રનર-અપ ટીમ સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૩૧ રન કરી શકી હતી.
MI ન્યુ યૉર્ક સામેની ૨૬૭ રનની રેકૉર્ડ-બ્રેક રન-ચેઝના હીરો અમેરિકન વિકેટકીપર ઍન્ડ્રીઝ ગૉસે આ મૅચમાં ૮ ફોર અને ત્રણ સિક્સની મદદથી ૪૦ બૉલમાં ૭૩ રન કર્યા હતા. હરીફ ટીમના ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટે ૪ ઓવરમાં ૩૬ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.
સૅન ફ્રાન્સિસ્કો યુનિકૉર્ન્સના કૅપ્ટન મૅથ્યુ શૉર્ટની શાનદાર સદી એળે ગઈ હતી. તેણે ત્રીજા ક્રમે બૅટિંગ કરીને ૫૬ બૉલમાં ૧૧ ફોર અને ૮ સિક્સ સાથે અણનમ ૧૨૧ રન કર્યા હતા.
