લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી ઓપનર મિચલ માર્શે ગઈ કાલે ફાસ્ટેસ્ટ સદી નોંધાવી હતી. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે તેણે ૪૯ બૉલમાં ૧૦૦ રન ફટકારીને ૨૦૨૫ના વર્ષનો રિષભ પંતનો બૅન્ગલોર સામેનો ૫૪ બૉલની સદીનો રેકૉર્ડ તોડ્યો હતો.
મિચલ માર્શ
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી ઓપનર મિચલ માર્શે ગઈ કાલે ફાસ્ટેસ્ટ સદી નોંધાવી હતી. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે તેણે ૪૯ બૉલમાં ૧૦૦ રન ફટકારીને ૨૦૨૫ના વર્ષનો રિષભ પંતનો બૅન્ગલોર સામેનો ૫૪ બૉલની સદીનો રેકૉર્ડ તોડ્યો હતો. ઓપનર મિચલ માર્શે ૫૬ બૉલમાં ૯ ફોર અને ૯ સિક્સની મદદથી ૧૧૧ રન કર્યા હતા.
અગાઉ તે ૨૦૨૫માં ગુજરાત ટાઇટન્સ સામે લખનઉ માટે ૧૧૭ રનની મોટી ઇનિંગ્સ રમ્યો હતો. લખનઉ માટે સૌથી વધુ બે સદી ફટકારવાના મામલે તેણે કે. એલ. રાહુલની બરાબરી કરી છે. ઑસ્ટ્રેલિયન બૅટર મિચલ માર્શે લખનઉ માટે પાવરપ્લેમાં સૌથી વધુ ૬ સિક્સ ફટકારવાનો પણ રેકૉર્ડ કર્યો છે.
ત્રણ વખત વરસાદથી પ્રભાવિત થયેલી ઇનિંગ્સમાં લખનઉએ ૨૪ બૉલમાં ૧૭ રન કરનાર અર્શીન કુલકર્ણી અને મિચલ માર્શની ૯૫ રનની ઓપનિંગ ભાગીદારીના આધારે ૧૯ ઓવરમાં ૩ વિકેટે ૨૦૯ રન કર્યા હતા.
