જો કોઈ ખેલાડી બે વર્ષના સમયગાળામાં ૪ ડીમેરિટ પૉઇન્ટ મેળવે છે તો ICC એ ખેલાડીને અમુક મૅચ માટે સસ્પેન્ડ કરી શકે છે.
મૅથ્યુ વેડે
T20 વર્લ્ડ કપ 2024માં પહેલી વખત ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ખેલાડીને તેના વર્તન માટે ફટકાર લગાવી છે. ઇંગ્લૅન્ડ સામેની મૅચ દરમ્યાન અમ્પાયર નીતિન મેનને ડેડ બૉલ ન આપતાં ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટર મૅથ્યુ વેડે અમ્પાયર્સ સામે નારાજગી દર્શાવી હતી. અમ્પાયર્સના નિર્ણય પર અસહમતી જાહેર કરતાં ICCએ તેને એક ડીમેરિટ પૉઇન્ટ આપ્યો છે. બે વર્ષના સમયગાળામાં આ તેનો પહેલો ડીમેરિટ પૉઇન્ટ હતો. ક્રિકેટમાં શિસ્ત જાણવી રાખવા માટે ICC ખેલાડીને તેમના વર્તન માટે ડીમેરિટ પૉઇન્ટ આપે છે. જો કોઈ ખેલાડી બે વર્ષના સમયગાળામાં ૪ ડીમેરિટ પૉઇન્ટ મેળવે છે તો ICC એ ખેલાડીને અમુક મૅચ માટે સસ્પેન્ડ કરી શકે છે.

