મૅટ હેન્રીની પાંચ વિકેટને કારણે કિવી ટીમે ૧૦૦ રનની લીડ સાથે શરૂ કરી બીજી ઇનિંગ્સ : જો રૂટે ૪૬ રન કર્યા, ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટની વિકેટ લીધા બાદ સેલિબ્રેટ કરી રહેલો મેટ હેન્રી. તેણે ટેસ્ટ-કરીઅરમાં સાતમી વખત પાંચ વિકેટ લીધી હતી.
ન્યુ ઝીલૅન્ડના ૩૯૧ રન સામે ઇંગ્લૅન્ડ ૨૯૧ રને ઑલઆઉટ
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટની વિકેટ લીધા બાદ સેલિબ્રેટ કરી રહેલો મેટ હેન્રી. તેણે ટેસ્ટ-કરીઅરમાં સાતમી વખત પાંચ વિકેટ લીધી હતી.લંડનના કેનિંગ્ટન ઓવલમાં બીજી ટેસ્ટ-મૅચના ત્રીજા દિવસની રમત દરમ્યાન ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગ્સના અંતે ન્યુ ઝીલૅન્ડને ૧૦૦ રનની લીડ મળી હતી. ગ્લેન ફિલિપ્સની સદીની મદદથી ન્યુ ઝીલૅન્ડે ૩૯૧-૧૦નો સ્કોર કર્યો હતો. જવાબમાં અંગ્રેજ ટીમ પહેલી ઇનિંગ્સમાં ૮૪ ઓવરમાં ૨૯૧ રન કરીને ઑલઆઉટ થઈ હતી.
યજમાન ટીમ માટે ઓપનર એમિલિયો ગેએ ૧૧૪ બૉલમાં ૫૩ રન, સ્ટૅન્ડ-ઇન કૅપ્ટન જો રૂટે ૫૭ બૉલમાં ૪૬ રન અને મૅથ્યુ ફિશરે ૭૭ બૉલમાં અણનમ ૫૦ રન કર્યા હતા. ન્યુ ઝીલૅન્ડના મુખ્ય ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ ૨૪ ઓવરમાં ૮૦ રન આપીને સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી.
૧૦૦ રનની લીડ સાથે બીજી ઇનિંગ્સની શરૂઆત કરનાર ન્યુ ઝીલૅન્ડે ૮.૧ ઓવરમાં ૨૮ રનના સ્કોર પર બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી.
