° °

આજનું ઇ-પેપર
Friday, 07 October, 2022


ફિનિશર તરીકે સાતત્ય જાળવી રાખવું પડકારજનક : દિનેશ કાર્તિક

07 August, 2022 03:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅરિબિયન પ્રવાસ દરમ્યાન વિવિધ પરિસ્થિતિમાં રમવાનો લાભ ભારતીય ટીમના ખેલાડીઓને ઑસ્ટ્રેલિયામાં રમાનરા ટી૨૦ વર્લ્ડ કપમાં થશે

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અમેરિકાના ફ્લૉરિડામાં આવેલા લોડરહિલ મેદાનમાં ગઈ કાલે રમાયેલી ચોથી ટી૨૦ પહેલાં વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે કહ્યું હતું કે કૅરિબિયન પ્રવાસમાં વિવિધ પરિસ્થિતિમાં રમવાને કારણે આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં આયોજિત ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને ફાયદો થશે. ભારત ત્રણ ટી૨૦ વેસ્ટ ઇન્ડીઝમાં રમ્યું હતું અને બાકીની બે મૅચો ફ્લૉરિડામાં રમાવાની છે. દિનેશ કાર્તિકે કહ્યું કે ‘સિડનીના મેદાનમાં બન્ને સાઇડનું અંતર ઓછું છે તો સ્ટ્રેઇટનું અંતર વધારે છે. ઍડીલેડમાં પણ એવી જ પરિસ્થિતિ છે, તો મેલબર્નના મેદાનમાં એનાથી ઊલટું છે, સ્ટ્રેઇટનું અંતર ઓછું છે તો બન્ને સાઇડ બહુ લાંબી છે.’  
૩૭ વર્ષનો કાર્તિક હાલમાં ફિનિશરનો રોલ ભજવે છે. તેણે કહ્યું કે ‘ફિનિશરનો રોલ એવો છે જેમાં સાતત્ય જાળવી રાખવું અઘરું છે. દર વખતે તમારે એવું પ્રદર્શન કરવું પડે છે જે ટીમ માટે મહત્ત્વનું હોય. વળી એવાં ઘણાં પરિબળો છે જે તમારું કામ પડકારભર્યું કરી નાખે. કૅરિબિયન અને માયામીમાં પવન બહુ મોટો ભાગ ભજવે છે.’ 
આઇપીએલમાં સારા પ્રદર્શનને કારણે કાર્તિકની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. શું સારા પ્રદર્શનનું દબાણ રહે છે? એના જવાબમાં તેણે કહ્યું હતું કે નૅશનલ લેવલ પર રમતા હો ત્યારે તમારી પાસેથી અમુક અપેક્ષા હોય છે. તમારે મૅચની પરિસ્થિતિને સમજીને સારું પ્રદર્શન કરવાનું હોય છે. 

07 August, 2022 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ફિન્ચ-વેડ હીરો, પણ મિચલ સ્ટાર્ક સુપરહીરો

કૅચ છૂટ્યા એટલે ઑસ્ટ્રેલિયાને વેસ્ટ ઇન્ડીઝ સામેના થ્રિલરમાં સેકન્ડ-લાસ્ટ બૉલ પર જીતવા મળી ગયું

06 October, 2022 11:43 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હરમન, મંધાનામાંથી કોણ ભારતની પ્રથમ આઇસીસી અવૉર્ડ વિજેતા?

અક્ષર પટેલ પણ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ માટે નૉમિનેટ : કૅમેરન ગ્રીન પણ રેસમાં

06 October, 2022 11:30 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ વન-ડે

મૅચનો સમય બપોરે ૧.૩૦ વાગ્યાથી

06 October, 2022 11:24 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK