પ્રાઇવેટ ઇવેન્ટમાં ક્રિકેટફૅને બૂમ પાડી : તમારે IPL રમવું પડશે સર
મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપર કિંગ્સના અનુભવી વિકેટકીપર-બૅટર મહેન્દ્ર સિંહ ધોનીનો એક પ્રાઇવેટ ઇવેન્ટનો વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે IPL 2026 રમશે ત્યારે તેણે જવાબ આપ્યો કે ‘મને ખબર નથી કે હું રમીશ કે નહીં, પણ મારી પાસે નિર્ણય લેવાનો સમય છે. ડિસેમ્બરની આસપાસનો મારી પાસે સમય છે, હું બે મહિના લઈશ અને પછી હું મારો આખરી નિર્ણય લઈ શકીશ.’
ઇવેન્ટ દરમ્યાન ત્યાં હાજર એક ક્રિકેટફૅને બૂમ પાડી કે તમારે રમવું પડશે સર, ત્યારે સ્ટેજ પર હાજર ધોનીએ મજાકમાં જવાબ આપ્યો કે તો પછી મારા ઘૂંટણના દુખાવાની કાળજી કોણ રાખશે? IPL 2025માં ધોનીએ ૧૩૫.૧૭ના સ્ટ્રાઇક રેટથી ૧૩ મૅચમાં ૧૯૬ રન બનાવ્યા હતા.


