હૈદરાબાદ સામે પાંચમાંથી માત્ર એક જ ટક્કરમાં માત મળી છે લખનઉને
લખનઉના બોલર રવિ બિશ્નોઈ અને દિગ્વેશ રાઠી ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
IPL 2025ની ૬૧મી મૅચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. લખનઉના એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે ૨૦૨૩માં એક જ મૅચ રમાઈ હતી જેમાં હોમ ટીમની જીત થઈ હતી. જ્યારે ઓવરઑલ પાંચ ટક્કરમાંથી હૈદરાબાદ આ ટીમ સામે માત્ર ૨૦૨૪માં એક જીત નોંધાવી શક્યું હતું. વર્તમાન સીઝનની પહેલી ટક્કરમાં લખનઉએ હૈદરાબાદને એના જ હોમ ગ્રાઉન્ડ પર પાંચ વિકેટે હાર આપી હતી.

ADVERTISEMENT
હૈદરાબાદ સનરાઇઝર્સનો હર્ષલ પટેલ બોલિંગ-પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
ગયા વર્ષની રનર-અપ સનરાઇઝર્સ (૭ પૉઇન્ટ) પહેલાંથી જ પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને ઘરની બહારની બાકીની ત્રણેય મૅચમાં પ્રતિષ્ઠા માટે રમશે. લખનઉ સુપર જાયન્ટ્સે (૧૦ પૉઇન્ટ) એની બાકીની ત્રણેય મૅચ મોટા માર્જિનથી જીતવી પડશે. ૨૭ કરોડ રૂપિયાના સૌથી મોંઘા પ્લેયર રિષભ પંત (૧૧ મૅચમાં ૧૨૮ રન) માટે આ સીઝન નિરાશાજનક રહી છે. અહીંથી તે પોતાની અને ટીમની પરિસ્થિતિમાં સુધારો કરવાની અપેક્ષા રાખશે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૫ |
|
LSGની જીત |
૪ |
|
SRHની જીત |
૧ |


