લખનઉના એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમનો આમનેસામને રેકૉર્ડ બરાબરીનો રહ્યો છે
પ્રૅક્ટિસ-સેશન બાદ મેદાન પર બેસીને મશ્કરી કરીને ગપ્પાં મારતા જોવા મળ્યા લખનઉ સુપર જાયન્ટ્સનાે કૅપ્ટન રિષભ પંત, ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન શુભમન ગિલ અને અન્ય પ્લેયર્સ.
IPL 2025ની ૨૬મી મૅચ આજે બપોરે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત જાયન્ટ્સ (GT) વચ્ચે રમાશે. એકાના સ્ટેડિયમમાં આજે લખનઉ જીતની હૅટ-ટ્રિક કરવા અને ગુજરાત સળંગ પાંચમી જીત મેળવવાના ઇરાદા સાથે ઊતરશે. લખનઉની કાળઝાળ ગરમીમાં આ બન્ને ટીમ વચ્ચે રોમાંચક મૅચ રમાશે, કારણ કે ગુજરાત પર પૉઇન્ટ-ટેબલમાં નંબર-વનના સ્થાન પર બની રહેવાનું પણ પ્રેશર રહેશે.
ADVERTISEMENT
હેડ-ટુ-હેડ રેકૉર્ડ અનુસાર ગુજરાત સામે લખનઉ પાંચમાંથી માત્ર ૨૦૨૪માં એકમાત્ર મૅચ જીતી શક્યું હતું. લખનઉના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે બે મૅચ રમાઈ છે અને બન્ને ટીમે એક-એક જીત મેળવી છે. શાનદાર ફૉર્મમાં રહેલા લખનઉના વિસ્ફોટક બૅટ્સમૅન નિકોલસ પૂરન અને ગુજરાતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટના ભાવિ એવા કૅપ્ટન્સ શુભમન ગિલ અને રિષભ પંતના પ્રદર્શન પર સૌની નજર રહેશે.
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૦૫ |
GTની જીત |
૦૪ |
LSGની જીત |
૦૧ |
મૅચનો સમય
બપોરે 3.3૦ વાગ્યાથી

