Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પીપળાનું વૃક્ષ પડ્યું ચાલતી કૅબ પર, ચાર લોકોનો થયો ચમત્કારિક બચાવ

પીપળાનું વૃક્ષ પડ્યું ચાલતી કૅબ પર, ચાર લોકોનો થયો ચમત્કારિક બચાવ

Published : 25 May, 2026 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝાડનો એક ભાગ જ કાર પર પડ્યો, આસપાસના લોકોએ મુસાફરોને સલામત બહાર કાઢ્યા

પીપળાનું વૃક્ષ કૅબ પર પડતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે આ ઘટનામાં ચમત્કારિક રીતે ડ્રાઇવર તેમ જ કૅબમાં સવાર ૩ ટૂરિસ્ટનો બચાવ થયો હતો.

પીપળાનું વૃક્ષ કૅબ પર પડતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે આ ઘટનામાં ચમત્કારિક રીતે ડ્રાઇવર તેમ જ કૅબમાં સવાર ૩ ટૂરિસ્ટનો બચાવ થયો હતો.


સાંતાક્રુઝ-વેસ્ટમાં આવેલી જે. ડબ્લ્યુ. મૅરિયટ હોટેલથી નરીમાન પૉઇન્ટ જવા કૅબમાં બેઠેલા ૩ ટૂરિસ્ટ તેમ જ કૅબના ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ થયો હતો. સાંતાક્રુઝ-વેસ્ટમાં પીપળાનું વૃક્ષ ઊખડી જતાં ચાલતી કૅબ પર પડ્યું હતું, જેને કારણે કૅબનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે સદ્ભાગ્યે એમાં બેઠેલા ૩ ટૂરિસ્ટ અને કૅબના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ BMCના અધિકારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાની અને કોઈ જખમી ન થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. BMCના અધિકારીઓએ તૂટી પડેલા વૃક્ષને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. ઝાડની ઉપરની એક મોટી ડાળી જ કાર પર પડી હોવાથી ડ્રાઇવરની બાજુનો દરવાજો ખૂલી શકે એમ હતો એટલે આસપાસના લોકોએ મુસાફરોને બચાવી લીધા હતા.



જોકે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી ડ્રાઇવરને થયેલા નુકસાનની ભરપાઈ માટે ઇન્શ્યૉરન્સ ક્લેમ કરવામાં આવ્યો છે. એ ક્લેમ પાસ થાય ત્યાં સુધી ડ્રાઇવર શેખર લોખંડેની રોજીરોટી પર બ્રેક લાગી જવાથી એ બાબતે તે ​ચિંતિત જણાતો હતો. 


જો સ્પીડ વધારી હોત તો બધા જ કચડાઈ ગયા હોત

આ ઘટના વિશે જાણકારી આપતાં કૅબ-ડ્રાઇવર શેખર લોખંડેએ કહ્યું હતું કે ‘રવિવારે બપોરે હું ૩ ટૂરિસ્ટને જે. ડબ્લ્યુ. મૅરિયટથી લઈને નરીમાન પૉઇન્ટ જઈ રહ્યો હતો. જૅક ઍન્ડ જોન્સનો સ્ટોર આવેલો હતો એ જગ્યાએ પીપળાનું ઝાડ અચાનક અમારી કૅબ પર તૂટી પડ્યું હતું. હું ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે અચાનક મોટો અવાજ આવ્યો અને હું વિચારું કે શું થયું એ પહેલાં જ ગણતરીની સેકન્ડોમાં પીપળાનું ઝાડ કૅબ પર આવી પડ્યું હતું. જો મેં બચવા માટે ગાડી સ્પીડમાં ચલાવી હોત તો ઝાડનો મોટો ભાગ કાર પર પડત અને અમે ચોક્કસ કચડાઈ ગયા હોત.’


- મધુલિકા રામ કવત્તુર, શાદાબ ખાન

Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK