ભારતીય મૂળના ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર નૅશનલ ડ્યુટીને કારણે IPL 2026માંથી બહાર થયો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ અપડેટ આપી છે કે ન્યુ ઝીલૅન્ડ ૪થી ૨૯ જૂન દરમ્યાન ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટૂર પર જશે.
રચિન રવીન્દ્ર
ભારતીય મૂળના ન્યુ ઝીલૅન્ડના ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર નૅશનલ ડ્યુટીને કારણે IPL 2026માંથી બહાર થયો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ અપડેટ આપી છે કે ન્યુ ઝીલૅન્ડ ૪થી ૨૯ જૂન દરમ્યાન ઇંગ્લૅન્ડની ટેસ્ટ-ટૂર પર જશે. આ ટૂર માટેની તૈયારી માટે રચિન રવીન્દ્ર ન્યુ ઝીલૅન્ડ પાછો ફર્યો છે.
૨૬ વર્ષના રચિન રવીન્દ્રને આ વર્ષે કલકત્તાએ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પણ તેને આખી સીઝનમાં એક પણ મૅચ રમવા નહોતી મળી. તે ચેન્નઈ માટે ૨૦૨૪માં ૧.૮ કરોડ રૂપિયામાં અને ૨૦૨૫માં ૪ કરોડ રૂપિયામાં રમ્યો હતો. આ ટીમ માટે બે સીઝનમાં ૧૮ મૅચમાં ૧૪૩.૯૦ના સ્ટ્રાઇક-રેટથી તેણે ૪૧૩ રન કર્યા હતા.
