Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્ડિયા A ટીમ ન્યુ ઝીલૅન્ડમાં ભારતની વાઇટ-બૉલ સિરીઝ દરમ્યાન ટેસ્ટ-સિરીઝ રમશે

ઇન્ડિયા A ટીમ ન્યુ ઝીલૅન્ડમાં ભારતની વાઇટ-બૉલ સિરીઝ દરમ્યાન ટેસ્ટ-સિરીઝ રમશે

Published : 08 October, 2026 02:57 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેસ્ટ ઑફ ઇન્ડિયાની ઈરાની કપ જીતના હીરોઝને મળી તક

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ન્યુ ઝીલૅન્ડ ટૂર પર ભારત બાવીસ ઑક્ટોબરથી ૧૫ નવેમ્બર વચ્ચે પાંચ T20 અને પાંચ વન-ડે મૅચની સિરીઝ રમતું હશે. એ જ સમયગાળામાં ૨૪ ઑક્ટોબરથી ૧૦ નવેમ્બર દરમ્યાન ઇન્ડિયા A ટીમ ત્રણ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે. ૧૯ નવેમ્બરથી ૧ ડિસેમ્બર દરમ્યાન ભારત-ન્યુ ઝીલૅન્ડની સિનિયર ટીમોની બે ટેસ્ટ-મૅચની તૈયારી માટે આ અનઑફિશ્યલ ટેસ્ટ-મૅચ રમાશે.

વિકેટકીપર-બૅટર ધ્રુવ જુરેલની આગેવાનીમાં ૧૫ સભ્યોની ઇન્ડિયા A ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઈરાની કપમાં ધમાલ મચાવનાર ફાસ્ટ બોલર આકાશ દીપ, મુકેશ કુમાર, મુકેશ ચૌધરી સહિત રેસ્ટ ઑફ ઇન્ડિયાના શતકવીર રવિચન્દ્રન સ્મરણને પણ સ્થાન મળ્યું છે. 

ઇન્ડિયા A સ્ક્વૉડ

યશસ્વી જાયસવાલ, કે.એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, રવિચન્દ્રન સ્મરણ, રિષભ પંત (ફિટનેસને આધીન), ધ્રુવ જુરેલ (કૅપ્ટન), વૉશિંગ્ટન સુંદર, આકિબ નબી, આકાશ દીપ, મુકેશ કુમાર, યશ રાઠોડ, અંશુલ કમ્બોજ, માનવ સુથાર, મુકેશ ચૌધરી, સાઈ સુદર્શન.


Whatsapp-channel Whatsapp-channel

08 October, 2026 02:57 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK