Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હું ભારતીય T20 ટીમમાં વાપસી કરવા માગું છું અને વર્લ્ડ કપ મારા મગજમાં છે

હું ભારતીય T20 ટીમમાં વાપસી કરવા માગું છું અને વર્લ્ડ કપ મારા મગજમાં છે

Published : 26 May, 2025 09:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે વર્ષ પહેલાં T20 ઇન્ટરનૅશનલ મૅચ રમનાર કે. એલ. રાહુલ કહે છે...

કે. એલ. રાહુલ

કે. એલ. રાહુલ


ભારતનો સ્ટાર બૅટર કે. એલ. રાહુલ IPL 2025માં દિલ્હી કૅપિટલ્સ માટે હાઇએસ્ટ રન-સ્કોરર રહ્યો. તેણે ૧૩ મૅચમાં એક સેન્ચુરી અને ત્રણ ફિફ્ટીની મદદથી ૫૩૯ રન ફટકારીને ટીમ માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવેમ્બર ૨૦૨૨ બાદ T20 ઇન્ટરનૅશનલ ન રમી શકનાર કે. એલ. રાહુલ હવે T20 વર્લ્ડ કપ 2026 પહેલાં T20 ટીમમાં વાપસી કરવાનો ટાર્ગેટ રાખી રહ્યો છે.

એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું, ‘હું T20 ટીમમાં પાછો ફરવા માગું છું અને વર્લ્ડ કપ મારા મગજમાં છે, પરંતુ અત્યારે હું ફક્ત મારી રમતનો આનંદ માણવાનો પ્રયાસ કરી રહ્યો છું. હું છેલ્લાં બે વર્ષથી T20 ટીમનો ભાગ ન હોવાથી મને મારી T20 રમત વિશે વિચારવાનો પણ થોડો સમય મળ્યો છે. અભિષેક નાયર (ભૂતપૂર્વ સહાયક કોચ) એ વ્યક્તિઓમાંથી એક છે જેની સાથે મેં છેલ્લા ૧૨ મહિનામાં ઘણું કામ કર્યું છે. તેણે ખરેખર મને મારા વિચાર બદલવા અને મારી રમત પર કામ કરવામાં મદદ કરી.’



ટેસ્ટ-ક્રિકેટ વિશે શું કહ્યું રાહુલે?


ટેસ્ટ-ક્રિકેટ વિશે વાત કરતાં ૩૩ વર્ષના રાહુલે કહ્યું, ‘મને રેડ બૉલ ક્રિકેટ ખૂબ ગમે છે. તમે મારાથી કે ભારતીય ટીમનો ભાગ રહી ચૂકેલી કોઈ પણ વ્યક્તિથી એ છીનવી ન શકો. રેડ બૉલ ક્રિકેટ અમારા માટે નંબર વન છે. અમને ટેસ્ટ-ક્રિકેટ રમવું ગમે છે અને એ મારા માટે બદલાયું નથી. હું ટેસ્ટ-ક્રિકેટ જોઈને મોટો થયો છું. હું મારા પપ્પા સાથે ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ-મૅચ જોવા માટે સવારે પાંચ વાગ્યે ઊઠતો હતો, તેમને પણ આ રમત ખૂબ ગમતી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં કંઈક પવિત્રતા છે. એ હંમેશાં મારી સાથે રહી છે અને મને નથી લાગતું કે એ ક્યારેય બદલાશે.’

રાહુલ હવે ઇંગ્લૅન્ડ સામેની આગામી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં રમતો જોવા મળશે.


ઇંગ્લૅન્ડ પહોંચી ગયા છે ઇન્ડિયા-A ટીમના પ્લેયર્સ

આગામી ૩૦ મેથી ૯ જૂન વચ્ચે ઇંગ્લૅન્ડ લાયન્સ સામે ચાર-દિવસીય બે ટેસ્ટ-મૅચ રમવા ઇન્ડિયા-A ટીમના કેટલાક પ્લેયર્સ ઇંગ્લૅન્ડ પહોંચી ચૂક્યા છે. મુંબઈની ડોમેસ્ટિક ટીમ માટે રમતા સરફરાઝ ખાન, તુષાર દેશપાંડે, યશસ્વી જાયસવાલ અને તનિષ કોટિયન સહિત ધ્રુવ જુરેલ, અભિમન્યુ ઈશ્વરન અને ઋતુરાજ ગાયકવાડનો ફોટો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો છે. સ્ક્વૉડમાં સામેલ અન્ય પ્લેયર્સનો બાકીનો બૅચ ટૂંક સમયમાં અન્ય સપોર્ટ સ્ટાફ સાથે ઇંગ્લૅન્ડ પહોંચશે. અભિમન્યુ ઈશ્વરનના નેતૃત્વવાળી આ ટીમ ભારતની સિનિયર ટીમ સામે પણ ૧૩થી ૧૬ જૂન દરમ્યાન એક ઇન્ટ્રા-સ્ક્વૉડ મૅચ રમશે. 

Whatsapp-channel Whatsapp-channel

26 May, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK