Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વન-ડે તેમ જ ટી૨૦માં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે જૉસ બટલર

વન-ડે તેમ જ ટી૨૦માં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે જૉસ બટલર

03 July, 2022 06:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બટલરે રાજસ્થાન રૉયલ્સ માટે આઇપીએલ ૨૦૨૨ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું

વન-ડે તેમ જ ટી૨૦માં ધ્યાન  કેન્દ્રિત કરવા માગે છે જૉસ બટલર

વન-ડે તેમ જ ટી૨૦માં ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે જૉસ બટલર


ઇંગ્લૅન્ડની વન-ડે અને ટી૨૦ ટીમના નવનિયુક્ત કૅપ્ટન જૉસ બટલરે કહ્યું હતું કે તે હાલ વન-ડે અને ટી૨૦ ફૉર્મેટમાં જ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ઇંગ્લૅન્ડને પહેલી વખત વન-ડે વર્લ્ડ કપ ચૅમ્પિયન બનાવનાર ઓઇન મૉર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ત્યાર બાદ ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ૩૧ વર્ષના વિકેટકીપર-બૅટરને નવો કૅપ્ટન બનાવ્યો હતો. દરમ્યાન ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ બટલરને બેન સ્ટોક્સના નેતૃત્વવાળી ટીમમાં ટેસ્ટ ઓપનર તરીકે સામેલ કરવાનો વિચાર કરવા કહ્યું હતું. આ સવાલ પર પ્રતિક્રિયા આપતાં તેણે કહ્યું હતું કે હાલ ટેસ્ટ-ક્રિકેટ વિશે હું બિલકુલ નથી વિચારી રહ્યો. મારું સમગ્ર ધ્યાન ટી૨૦ અને વન-ડે ફૉર્મેટની ક્રિકેટ પર છે.’
બટલરે રાજસ્થાન રૉયલ્સ માટે આઇપીએલ ૨૦૨૨ની સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાથે જ તેણે નેધરલૅન્ડ સામે વન-ડે સિરીઝમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 06:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK