ન્યુ ઝીલૅન્ડનો મુખ્ય ફાસ્ટ બોલર મૅટ હેન્રી શ્રીલંકામાં સુપર 8ની મૅચ રમ્યા બાદ ન્યુ ઝીલૅન્ડ પરત ફર્યો હતો.
જૉસ બટલર
ઇંગ્લૅન્ડની ટીમ સુપર 8 રાઉન્ડના ગ્રુપ ટૂમાં ટૉપર બનીને મુંબઈમાં આગામી પાંચ માર્ચે સેમી-ફાઇનલ નંબર ટૂની મૅચ રમશે. તેની સામે ભારત અથવા વેસ્ટ ઇન્ડીઝ હરીફ ટીમ તરીકે આવશે. આ સેમી-ફાઇનલ મૅચ પહેલાં ઇંગ્લૅન્ડ પોતાના અનુભવી ઓપનર જૉસ બટલરના ફૉર્મથી ચિંતિત છે. જૉસ બટલર ઇંગ્લૅન્ડ માટે T20 ઇન્ટરનૅશનલમાં હાઇએસ્ટ ૪૦૧૨ રન કરનાર બૅટર છે. જોકે વર્તમાન વર્લ્ડ કપ દરમ્યાન ૭ મૅચમાં ૧૦૬.૮૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તે ૬૨ રન જ કરી શક્યો છે. ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં ઝીરો પર આઉટ થઈને તે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ ૧૦ વખત ડક થનાર ઇંગ્લૅન્ડનો બૅટર પણ બન્યો છે.
ન્યુ ઝીલૅન્ડનો મુખ્ય ફાસ્ટ બોલર મૅટ હેન્રી બીજા સંતાનના જન્મ પહેલાં ઘરે પાછો ફર્યો
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડનો મુખ્ય ફાસ્ટ બોલર મૅટ હેન્રી શ્રીલંકામાં સુપર 8ની મૅચ રમ્યા બાદ ન્યુ ઝીલૅન્ડ પરત ફર્યો હતો. બીજા બાળકના આગમન પહેલાં તે પોતાની ફૅમિલી અને પત્ની સાથે જોડાયો છે. જો ન્યુ ઝીલૅન્ડ સેમી-ફાઇનલમાં પહોંચશે તો તે ન્યુ ઝીલૅન્ડની T20 સ્ક્વૉડ સાથે ફરી જોડાશે. ૨૦૨૦માં તેનાં હોલી હેન્રી સાથે લગ્ન થયાં હતાં અને તેમની એક દીકરી પણ છે. ૩૪ વર્ષનો મૅટ હેન્રી T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં હમણાં સુધી ૭ મૅચમાં ૭ વિકેટ લઈ ચૂક્યો છે. અગાઉ ટીમનો પેસ બોલર લૉકી ફર્ગ્યુસન સુપર 8 રાઉન્ડ પહેલાં પહેલા સંતાનના જન્મને માણવા ન્યુ ઝીલૅન્ડ ગયો હતો અને ફરી વર્લ્ડ કપ રમવા આવ્યો હતો.
