હાલમાં તે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં સારવાર લઈ રહ્યો છે
જસપ્રીત બુમરાહ
ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર છે. ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટેસ્ટ સિરીઝમાંથી જસપ્રીત બુમરાહ બહાર થઈ ગયો છે. પહેલાં એવું કહેવાતું કે તે સાજો થઈ રહ્યો છે એથી ચાર પૈકી બે ટેસ્ટમાં રમી શકશે. હવે એવું જણાવવામાં આવી રહ્યું છે કે તે ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં વાપસી કરશે. હાલમાં તે બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં સારવાર લઈ રહ્યો છે. તેણે બોલિંગ કરવાની શરૂઆત કરી છે, પરંતુ ભારતીય ટીમ મૅનેજમેન્ટ બુમરાહને લઈને કોઈ જાતનું જોખમ ખડવા માગતું નથી એથી તેને સિરીઝમાંથી બહાર રાખવામાં આવી રહ્યો છે.
આ વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે એથી વર્લ્ડ કપ માટે તેની હાજરી ભારત માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

