સેશનના પહેલા દિવસે મેં ટીમને કહ્યું હતું કે મને કોઈ ફરક નથી પડતો સામે કઈ ટીમ રમી રહી છે, હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે આપણે વિશ્વ ક્રિકેટમાં સૌથી તૈયાર ટીમ બનીએ.
ઇટલીનો કૅપ્ટન જો બર્ન્સ
ઇટલી મેન્સ ક્રિકેટ ટીમ હાલમાં ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વૉલિફાય થઈ છે. આ દેશને પહેલી વાર ક્રિકેટ વર્લ્ડ કપમાં પહોંચાડવામાં ઑસ્ટ્રેલિયામાં જન્મેલા કૅપ્ટન જો બર્ન્સે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ક્રિકેટર ભાઈના અવસાન બાદ તેણે ઑસ્ટ્રેલિયન ટીમ છોડી પોતાના મમ્મીના દેશ ઇટલીની ક્રિકેટ ટીમમાં જોડાવાનું નક્કી કર્યું હતું.
ICCને આપેલા ઇન્ટરવ્યુમાં ૩૫ વર્ષનો જો બર્ન્સ કહે છે, ‘અમે પહેલી વખત વર્લ્ડ કપમાં આવ્યા છીએ અને મોટા મંચ પર રમવા માગીએ છીએ. મને ભારતમાં T20 વર્લ્ડ કપની પહેલી મૅચમાં ભારત સામે રમવાનું ગમશે. મને ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અથવા બધી ટોચની ટીમો સામે રમવાનું ગમશે. એ જ અનુભવ અમે શોધી રહ્યા છીએ. પોતાની જાતને ચકાસીને સંપૂર્ણ ઉત્સાહ સાથે રમવા માગીએ છીએ.’
ADVERTISEMENT
જો બર્ન્સ વધુમાં કહે છે, ‘વર્લ્ડ કપ ક્વૉલિફાયર ટુર્નામેન્ટ માટે ઘણું આયોજન અને તૈયારી કરવામાં આવી હતી. એથી ક્રિકેટના દૃષ્ટિકોણથી પણ એ સંતોષકારક છે. અમે રોમ અને બ્રિટનમાં એક-એક અઠવાડિયાનાં ટ્રેઇનિંગ-સેશન કર્યાં હતાં. સેશનના પહેલા દિવસે મેં ટીમને કહ્યું હતું કે મને કોઈ ફરક નથી પડતો સામે કઈ ટીમ રમી રહી છે, હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે આપણે વિશ્વ ક્રિકેટમાં સૌથી તૈયાર ટીમ બનીએ.’


