રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું, તે માત્ર પચીસ વર્ષનો છે. મને લાગે છે કે તેણે વધુ ટેસ્ટ-મૅચ રમવી જોઈએ. તે ભારતમાં ટર્નિંગ વિકેટો પર ઘાતક બની શકે છે
વૉશિંગ્ટન સુંદર
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ ICC રિવ્યુમાં ભારતના યંગ ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર વિશે મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે, ‘મને હંમેશાં વૉશિંગ્ટન ગમ્યો છે. જ્યારે મેં તેને પહેલા દિવસે જોયો ત્યારે મને તે એક અદ્ભુત પ્લેયર લાગ્યો. તે ઘણાં વર્ષો સુધી ભારત માટે એક ખરો ઑલરાઉન્ડર બની શકે છે.’
રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું, ‘તે માત્ર પચીસ વર્ષનો છે. મને લાગે છે કે તેણે વધુ ટેસ્ટ-મૅચ રમવી જોઈએ. તે ભારતમાં ટર્નિંગ વિકેટો પર ઘાતક બની શકે છે. તે કુદરતી રીતે પ્રતિભાશાળી બૅટ્સમૅન છે. તે નંબર-૮ બૅટ્સમૅન નથી, નંબર-૬ પર બૅટિંગ કરી શકે છે.’
ADVERTISEMENT
વૉશિંગ્ટન ૧૧ ટેસ્ટ-મૅચમાં ૩૦ વિકેટ લેવાની સાથે ૫૪૫ રન ફટકારી ચૂક્યો છે. ૨૩ વન-ડેમાં ૨૪ વિકેટ અને ૫૪ T20માં ૪૮ વિકેટ સાથે તેણે હાલમાં ૧૦૦ ઇન્ટરનૅશનલ વિકેટ પૂરી કરી હતી.
રવિ શાસ્ત્રીના ઓલટાઇમ ટૉપ-ફાઇવ ભારતીય ક્રિકેટર્સ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉન અને ઍલૅસ્ટેર કુક જેવા ક્રિકેટર્સના એક પૉડકાસ્ટમાં રવિ શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે તારા મતે ઑલટાઇમ ટૉપ-ફાઇવ ભારતીય ક્રિકેટર્સ કોણ? એના જવાબમાં તેણે સુનીલ ગાવસકર, કપિલ દેવ, સચિન તેન્ડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીને સૌથી પ્રભાવશાળી પ્લેયર્સ ગણાવ્યા હતા.


