શ્રીનગરમાં ચાલી રહેલી લેજન્ડ્સ લીગ ૨૦૨૪માં ઇરફાન પઠાણના નેતૃત્વવાળી કોનાર્ક સૂર્યાસ ઓડિશા ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે.
ઇરફાન પઠાણ
શ્રીનગરમાં ચાલી રહેલી લેજન્ડ્સ લીગ ૨૦૨૪માં ઇરફાન પઠાણના નેતૃત્વવાળી કોનાર્ક સૂર્યાસ ઓડિશા ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. સોમવારે રમાયેલી ક્વૉલિફાયર-ટૂમાં ઇરફાનના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સના જોરે ટીમે સુરેશ રૈનાના નેતૃત્વવાળી અર્બનાઇઝર્સ હૈદરાબાદ સામે એક રનથી રોમાંચક જીત મેળવી હતી. ઓડિશાએ કેવિન ઓબ્રાયનની હાફ-સેન્ચુરી ને ઇરફાનના ૩૫ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ ૪૯ રનની મદદથી ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદને છેલ્લી ઓવરમાં જીત માટે ૧૨ રનની જરૂરત હતી ત્યારે ફરી ઇરફાને જવાબદારી સંભાળી હતી અને ટીમને એક રનથી રોમાંચક જીત અપાવી હતી.
હવે આજે રમાનારી ફાઇનલમાં ઇરફાનની ટીમ દિનેશ કાર્તિકના નેતૃત્વાળી સધર્ન સુપરસ્ટાર્સ સામે ટકરાશે.


