રેસ્ટ ઑફ ઇન્ડિયાએ બીજા દાવમાં ૨૪૬ રન બનાવતાં ૨૦૨૧-’૨૨ના રણજી વિજેતા મધ્ય પ્રદેશને ૪૩૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો,

યશસ્વી જૈસવાલ
રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે ગ્વાલિયરમાં મધ્ય પ્રદેશને ૨૩૮ રનથી હરાવીને ઈરાની કપ ટ્રોફી જાળવી રાખી હતી. યશસ્વી જૈસવાલ (પ્રથમ દાવમાં ૨૧૩ રન, બીજા દાવમાં ૧૪૪) આ મૅચનો સુપરસ્ટાર હતો. રેસ્ટ ઑફ ઇન્ડિયાએ બીજા દાવમાં ૨૪૬ રન બનાવતાં ૨૦૨૧-’૨૨ના રણજી વિજેતા મધ્ય પ્રદેશને ૪૩૭ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પણ હિમાંશુ મંત્રીની ટીમ ફક્ત ૧૯૮ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.
ગ્વાલિયરની પિચ ગયા અઠવાડિયે માત્ર સવાબે દિવસમાં પૂરી થયેલી ભારત-ઑસ્ટ્રેલિયાની ત્રીજી ટેસ્ટ માટેની ઇન્દોરની પિચની તુલનાએ ઘણી સારી હતી.
ADVERTISEMENT
રેસ્ટ ઑફ ઇન્ડિયા અને મધ્ય પ્રદેશની મૅચ પાંચમા દિવસ સુધી ચાલી હતી, મૅચમાં કુલ ચાર સદી નોંધાઈ હતી, કુલ ૪૦ વિકેટ પડી હતી અને પેસ બોલર્સ તથા સ્પિનર્સને સરખી મદદ મળી હતી. પહેલા દાવમાં રેસ્ટ ઑૅફ ઇન્ડિયાએ ૪૮૪ રન બનાવ્યા બાદ મધ્ય પ્રદેશે ૨૯૪ રન બનાવ્યા હતા.

