મધ્ય પ્રદેશ સામે રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ૩ વિકેટે બનાવ્યા ૩૮૧ રન
યશસ્વી જયસ્વાલ
મુંબઈના બૅટર યશસ્વી જયસ્વાલની શાનદાર ડબલ સેન્ચુરીના પરિણામે ગ્વાલિયરમાં શરૂ થયેલી ઈરાની ટ્રોફીમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાએ મધ્ય પ્રદેશ સામે ૩ વિકેટે ૩૮૧ રન કર્યા હતા. જયસ્વાલે ૨૫૯ બૉલમાં ૨૧૩ રન કર્યા હતા. તેણે ઓપનર અભિમન્યુ ઇશ્વરન (૨૪૦ બૉલમાં ૧૫૪ રન) સાથે બીજી વિકેટ માટે ૩૭૧ રનની પાર્ટનરશિપ કરી હતી. ઇશ્વરને જયસ્વાલ કરતાં પહેલાં સેન્ચુરી ફટકારી હતી, પરંતુ મુંબઈના જયસ્વાલ શૉટ સિલેક્શન તેમ જ જે પ્રમાણે બોલરો પર પ્રભુત્વ જમાવતો નજરે પડતો હતો એ ખરેખર અદ્ભુત હતું. જોકે બન્ને ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. કૅપ્ટન મયંક અગ્રવાલ માત્ર ૨ રન બનાવીને આઉટ થયો હતો. જયસ્વાલે રણજીમાં માત્ર ૩૧૫ રન જ કર્યા હતા. જોકે કોચ રાહુલ દ્રવિડના આગ્રહને કારણે તેની પસંદગી રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમમાં કરવામાં આવી હતી.