ગઈ કાલે બીજા દિવસે મધ્ય પ્રદેશે પહેલા દાવમાં ત્રણ વિકેટે ૧૧૨ રન બનાવ્યા હતા
યશ્યસ્વી જયસ્વાલ (ફાઇલ તસવીર)
ગ્વાલિયરમાં ચાલતી પાંચ-દિવસીય ઈરાની ટ્રોફીમાં ગઈ કાલે બીજા દિવસે મધ્ય પ્રદેશે પહેલા દાવમાં ત્રણ વિકેટે ૧૧૨ રન બનાવ્યા હતા.
હર્ષ ગવળી ૪૭ રને અને યશ દુબે ૫૩ રને રમી રહ્યા હતા. રેસ્ટ ઑફ ઇન્ડિયાના નવદીપ સૈનીએ બે અને મુકેશકુમારે એક વિકેટ લીધી હતી. એ પહેલાં, રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ૪૮૪ રન બનાવ્યા હતા, જેમાં યશસ્વી જૈસવાલના ૨૧૩ રન અને અભિમન્યુ ઈશ્વરનના ૧૫૪ રન સામેલ હતા. મધ્ય પ્રદેશ ગઈ કાલે રેસ્ટથી ૩૭૨ રન પાછળ હતું.


