હાર્દિક પંડ્યા બહાર થયો ત્યારે જ હમણાં સુધી અનફિટ રહેલો રોહિત શર્મા અચાનક મેદાન પર રમવા માટે તૈયાર થઈ ગયો
રોહિત શર્મા
સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન હાર્દિક પંડ્યા કમરના દુખાવાને કારણે રમ્યો નહોતો. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં અનુભવી બૅટર રોહિત શર્માએ હૅમસ્ટ્રિંગ ઇન્જરીમાંથી સ્વસ્થ થઈને મેદાન પર વાપસી કરી હતી. હમણાં સુધી અનફિટ રહ્યા બાદ રોહિતની અચાનક પ્લેઇંગ ઇલેવનમાં વાપસીથી ચર્ચા ઊભી થઈ છે કે હાર્દિક પંડ્યા બહાર થયો ત્યારે જ રોહિત મેદાન પર રમવા તૈયાર થયો હશે.
|
રોહિત શર્માનું પ્રદર્શન |
|
|
રન |
૮૪ |
|
બૉલ |
૪૪ |
|
ચોગ્ગા |
૬ |
|
છગ્ગા |
૭ |
|
સ્ટ્રાઇક-રેટ |
૧૯૦.૯૦ |
ADVERTISEMENT
અહેવાલો અનુસાર ડિસેમ્બર ૨૦૨૩માં જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્મા પાસેથી કૅપ્ટન્સી છીનવી ત્યારથી તે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં રમતાં ખુશ જોવા મળ્યો નથી. પાંચ વખત આ ટુર્નામેન્ટ જીતનાર રોહિત શર્મા સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળ રમવામાં વધુ કમ્ફર્ટ અનુભવે છે. રાયપુરમાં ૧૦ મેએ મુંબઈ ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ સામે ટકરાશે. આ મૅચમાં હાર્દિક પંડ્યા વાપસી કરશે કે નહીં એ હજી નક્કી નથી.
રોહિતે સોમવારે ૪૪ બૉલમાં ૮૪ રન ફટકારી મુંબઈની હાઇએસ્ટ રન-ચેઝમાં મોટું યોગદાન આપ્યું હતું. લખનઉ સામે પણ આ કોઈ પણ ટીમની સૌથી મોટી રન-ચેઝ હતો. રોહિત લખનઉ સામે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર મુંબઈનો બૅટર બન્યો હતો. તેણે પોતાની એક IPL ઇનિંગ્સના સૌથી વધુ ૭ સિક્સ પણ આ મૅચમાં ફટકાર્યા હતા. સીઝનની માત્ર ત્રીજી જીત સાથે મુંબઈએ વાનખેડેમાં સતત ૪ મૅચથી હારવાનો સિલસિલો પણ અટકાવ્યો હતો.
