છેલ્લી સીઝનમાં દિલ્હી સામે બન્ને મૅચ જીતી હતી ગુજરાતે
દિલ્હીના બોલિંગ કોચ મુનાફ પટેલ સાથે વાતચીત કરતો ગુજરાતનો હેડ કોચ આશિષ નેહરા (ડાબે), ગુજરાતના સહાયક કોચ પાર્થિવ પટેલ સાથે મશ્કરી કરતો દિલ્હીનો કૅપ્ટન અક્ષર પટેલ
દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે IPL 2026ની ૧૪મી મૅચ રમાશે. આજે દિલ્હી કૅપિટલ્સ જીતની હૅટ-ટ્રિક માટે રમશે જ્યારે ગુજરાત ટાઇટન્સની નજર હારની
હૅટ-ટ્રિકથી બચીને સીઝનની પહેલી જીત નોંધાવવા પર રહેશે. IPL 2025માં ગુજરાતે આ હરીફ સામે બન્ને મૅચ જીતી હતી, જ્યારે IPL 2024માં દિલ્હીએ આ ટીમ સામે બૅક-ટુ-બૅક મૅચ જીતી હતી.
સ્પિનર અને કૅપ્ટન અક્ષર પટેલની આગેવાનીમાં દિલ્હીના બોલિંગ વિભાગે બે મૅચમાં ૧૬ વિકેટ લઈને શાનદાર પ્રદર્શન કર્યું છે. યંગ બૅટર સમીર રિઝવીએ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે આ બન્ને મૅચમાં ઇનિંગ્સ સંભાળી હતી. જોકે દિલ્હી હવે ઓપનર કે. એલ. રાહુલ અને ત્રીજા ક્રમે રમતાં નીતીશ રાણા પાસે પણ વધુ રનની આશા રાખશે.
દિલ્હીથી વિપરીત ગુજરાત ટાઇટન્સ એક એવી ટીમ છે જે બન્ને મોરચે ડગમગી રહી હોય એવું લાગે છે. પંજાબ સામેની મૅચમાં ગુજરાતના બોલર્સ ૧૬૩ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરી શક્યા નહોતા, જ્યારે રાજસ્થાન સામેની મૅચમાં ગુજરાતના બૅટર્સ ૨૧૧ રનના ટાર્ગેટની નજીક પહોંચીને ૬ રને હાર્યા હતા.
ADVERTISEMENT
અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાતની ટીમ દિલ્હી સામે ૩ મૅચ રમી છે. આ ૩ મૅચમાંથી ગુજરાતને માત્ર ૨૦૨૪ની લીગ મૅચ દરમ્યાન જ હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હી અહીં ૯૧માંથી ૪૧ મૅચ જીત્યું છે, ૪૯ મૅચમાં હાર મળી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી છે. હોમગ્રાઉન્ડ પર દિલ્હી છેલ્લી સીઝનમાં માત્ર એક મૅચ જીત્યું હતું. ૪ એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને દિલ્હીએ પોતાના ગઢમાં હારનો સિલસિલો અટકાવ્યો હતો.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૭ |
|
ગુજરાતની જીત |
૪ |
|
દિલ્હીની જીત |
૩ |
