ગાયકવાડની ઇન્જરીને કારણે હવે ચેન્નઈની કમાન ધોની સંભાળી રહ્યો છે જેણે ૨૦૨૪ની સીઝન પહેલાં પોતાનું પદ છોડીને કૅપ્ટન્સી ઋતુરાજને સોંપી દીધી હતી.
ઋતુરાજ ગાયકવાડ, મહેન્દ્ર સિંહ ધોની
IPL 2025માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નો રેગ્યુલર કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ કોણીની ઇન્જરીને કારણે હવે પછીની મૅચોમાં નહીં રમી શકે. જોકે તે આ સીઝનમાં ડગ-આઉટમાં બેસીને સપોર્ટ કરતો જોવા મળશે. ચેન્નઈના ફૅન્સ માટે વિડિયો શૅર કરીને તે કહે છે, ‘કોણીની ઇન્જરીને કારણે IPLના આગામી ભાગમાંથી બહાર થવાનું ખરેખર દુખદ છે, પરંતુ અત્યાર સુધી તમારા સમર્થન બદલ આભાર. અમે ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છીએ. હવે તમે જાણો છો કે એક યુવાન વિકેટકીપર (ધોની) ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આશા છે કે પરિસ્થિતિ બદલાશે. હું ટીમ સાથે રહીશ, તેમને સંપૂર્ણ સમર્થન આપીશ. કેટલીક બાબતો તમારા નિયંત્રણમાં નથી હોતી. ડગ-આઉટમાંથી ટીમને ટેકો આપવા માટે ચોક્કસ આતુર છું અને આશા છે કે આપણી આગળની સીઝન શાનદાર હશે.’
IPL 2025ના ઓલ્ડેસ્ટ પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નઈનો સપોર્ટ-સ્ટાફ અને પ્લેયર્સ એક યુવા વિકેટકીપર માને છે. ગાયકવાડની ઇન્જરીને કારણે હવે ચેન્નઈની કમાન ધોની સંભાળી રહ્યો છે જેણે ૨૦૨૪ની સીઝન પહેલાં પોતાનું પદ છોડીને કૅપ્ટન્સી ઋતુરાજને સોંપી દીધી હતી.

