વિરાટ ઍન્ડ કંપની પાસે ૨૦૧૬ પછી પહેલી વાર ટોચનાં બેમાં સ્થાન મેળવવાની સુવર્ણ તક છે
લખનઉના મેન્ટર ઝહીર ખાને મોબાઇલ પર પોતાના નાનકડા દીકરા ફતેહ સિંહ ખાનનો ફોટો બતાવ્યો હતો વિરાટ કોહલીને.
IPL 2025ની ૭૦મી અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) વચ્ચે રમાશે. પ્લેઑફ્સ માટે ક્વૉલિફાય થયેલી બૅન્ગલોરની ટીમ આજની મૅચ જીતીને પૉઇન્ટ્સ ટેબલમાં ટૉપ ટૂમાં સ્થાન સુરક્ષિત કરવાનો પ્રયાસ કરશે.
વિરાટ કોહલીની ટીમ બૅન્ગલોર પાસે ૨૦૧૬ પછી પહેલી વાર ટોચનાં બેમાં સ્થાન મેળવવાની સુવર્ણ તક ઊભી થઈ છે. જોકે રિષભ પંતની ટીમ પણ વર્તમાન સીઝનમાં પોતાના નિરાશાજનક અભિયાનનો અંત જીત સાથે લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે.
ADVERTISEMENT
વર્તમાન સીઝનમાં બન્ને ટીમની આ પહેલી ટક્કર છે. લખનઉના એકાના સ્ટેડિયમમાં બન્ને ટીમ વચ્ચે એકમાત્ર મૅચ રમાઈ હતી જેમાં બૅન્ગલોરે ૧૮ રને જીત મેળવી હતી. એક અઠવાડિયાના બ્રેક બાદ બૅન્ગલોરની કલકત્તા સામેની મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને હૈદરાબાદની ટીમ સામે ૪૨ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉએ પોતાની છેલ્લી મૅચમાં નંબર વન ટીમ ગુજરાત સામે ૩૩ રને જીત મેળવી તેમની મુશ્કેલી વધારી હતી. આજે બૅન્ગલોર સામે પણ લખનઉના પ્લેયર્સ એવી જ રસપ્રદ રમત રમવાનો ટાર્ગેટ રાખશે.
|
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૫ |
|
RCBની જીત |
૩ |
|
LSGની જીત |
૨ |
ઇન્સ્ટાગ્રામ પર ૨૦ મિલ્યન ફૉલોઅર્સ ધરાવતી પહેલવહેલી IPL ટીમ બની RCB

IPLની ૧૮મી સીઝનની શરૂઆતથી જ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને ઇન્સ્ટાગ્રામ પર રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) તરફથી જોરદાર ટક્કર મળી હતી. સીઝનની વચ્ચે જ ચેન્નઈનો IPL ટીમ તરીકે ઇન્સ્ટાગ્રામ પર હાઇએસ્ટ ફૉલોઅર્સનો રેકૉર્ડ બૅન્ગલોરે તોડી નાખ્યો હતો. ગઈ કાલે બૅન્ગલોરે ઇન્સ્ટાગ્રામ પર ૨૦ મિલ્યન ફૉલોઅર્સ ધરાવતી પહેલવહેલી IPL ટીમ બનવાની સિદ્ધિ પણ મેળવી લીધી છે. ચેન્નઈ ૧૮.૬ મિલ્યન ફૉલોઅર્સ સાથે આ લિસ્ટમાં બીજા ક્રમે છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ ૧૮ મિલ્યન સાથે ત્રીજા ક્રમે છે.


